નારોલ નદીના પટમાં પોલીસના વ્યાપક દરોડા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અને ેગુજરાતભરમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર રહેલી છે જેના પુરાવા અવારનવાર મળતા રહે છે
ઈગ્લીશ દારૂના શોખીનો ખાતર બુટલેગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની બોર્ડર પરથી દારૂ ભરેલી ટ્રકો ગુજરાતમાં ઘુસાડવામાં સફળ રહે છે અને એ જથ્થો સમગ્ર ગુજરાતમાં પહોચી રહ્યો છે એક તરફ ઈગ્લીશ દારૂની રેલમછેલ થઈ રહી છે તો બીજી તરફ દેશી દારૂની ભઠ્ઠીઓ પ બેફામ પળે કોઈપણ જાતના રોકટોક વગર ચાલી રહી છે ખાસ કરીને અમદાવાદ આવેલી સાબરમતી નદીનો પર દારૂ ગાળવાની ભઠ્ઠીઓ માટે જ બન્યો હોય તેમ લાગી રહ્યુ છે
કાયદાની એસી કે તૈસી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્તોવ નદીના પટમા દેશી દારૂ તૈયાર કરી તેનુ વેચાણ કરી રહ્યા છે ત્યારે નારોલ પોલીસને આવી ભઠ્ઠીઓ અંગે બાતમી મળતા જ દરોડાની કાર્યવાહી કરી હતી
ભઠ્ઠી પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો દારૂ બનાવવા માટે વપરાતો વોશ ઉપરાંત કેટલાય અન્ય સામાન ઝડપી લીધો હતો. બાદાં સ્થળ પરથી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નારોલ પોલીસે નદીના પટમાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા બુટલેગરોમા હોહા મચી ગઈ હતી અને તમામ દોડતા થઈ ગયા હતા. આ અંગેની વિગત એેવી છે કે કે શહેરની બે ભાગ કરતી સાબરમતી નદીની કોતરોમાં કેટલાક સ્થળોએ અસામાજીક પ્રવૃત્તિ ચલાતા તત્વો દ્વારા દારૂ ગાળવાની ભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી છે આ ભઠ્ઠીઓ મોટા જથ્થામાં દેશી દારૂ તૈયાર કરીને તેનું વેચાણ સ્થાનિક સ્તરે કરવામાં આવે છે
ઉપરાંત અન્ય દારૂના અડ્ડાઓમાં પણ તેનું સપ્લાય કરવામાં આવે છે નારોલ પોલીસને આવી ભઠ્ઠીઓ અંગેની જાણ થતાં વધુ જાણકારી એકત્ર કર્યા બાદ સોમવારે સાંજે કાર્યવાહી શરૂ કરી હતી એ મુજબ અલગ અલગ ટીમો બનાવી નારોલ પોલીસ પીપળજ ગામ નજીક ભરવાડવાસની પાછળ આવેલા નદીના પટ્ટમાં ત્રાટકી હતી પોલીસનો દરોડો જાઈને દેશી દારૂની ભઠ્ઠી ઉપર દારૂ ગાળી રહેલા શખ્શો ચોકી ઉઠ્યા હતા અને ભાગમભાગ કરી મુકી હતી.
જા કે પુરતી તૈયારી સાથે ગયેલી પોલીસે કેટલાંક શખ્શોને ઝડપી લીધા હતા ઉપરાંત રેઈડનાં સ્થળેથી મોટા જથ્થામાં દારૂ બનાવવાનો વોશ તથા દેશી દારૂનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો ઉપરાંત વ્યવસ્થિત રીતે ઉભી કરેલી દારૂની ભઠ્ઠી પરથી દારૂ ગાળવાનો અન્ય સામાન પમ જપ્ત કર્યો હતો.
દરોડા દરમિયાન તપાસમાં બહાર આવ્યુ હતુ કે પીપળજ ગામમાં ભરવાડવાસમાં નદીના પર નજીક રહેતી મહીલા બુટલેગર ટીમી રાજેશ ચુનારા પોતાની ઘર નજીક આ ભઠ્ઠી તથા દારૂનો અડ્ડો ચલાવતા હતા. નારોલ પોલીસે ટીમ ઉપરાંત પીપળજ ગામના જ ઠાકોરવાસમા રહેતા ભરત ઉર્ફે લાલો લક્ષ્મણ ઠાકોરની પણ અટક કરી હતી અને તેમની સામે ગુનો નોધીને કડક કાર્યવાહી હાથ ધરી છે
રેઈડ કર્યા બાદ ભઠ્ઠી નજીક પીપડા ભરીને વોશ તથા દારૂનો જથ્થો જાઈ પોલીસ પણ ચોકી ગઈ હતી અને નશીલા દ્રવ્યો ભરેલા ત્રણથી ચાર પીપડાનો નાશ કર્યો હતો ઉપરાંત કેરબા તપેલા પાઈપો બાટલીઓ જેવો સામાન પણ જપ્ત કર્યો છે.
અંગે ઉલ્લેખનીય છ ેકે શહેરમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ પણ ફુલ ફોર્મમાં ચાલી રહી છે કેટલાક સ્થળોએ પોલીસ હપ્તા લઈને સંતોષ માનતા હોવાનો તો ક્યારેક પોલીસના માણસો દ્વારા જ આવા અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો સ્થાનિક દ્વાર થતા રહે છે.
દારૂબંધી હોવા છતા ગુજરાતમાં બધી જ જાતના દારૂ બેરોકટોક રીતે વેચાઈ રહ્યા છે અને નાગરીકોની માંગણી મુજબ ખેપીયાઓ દારૂ પુરો પણ પાડી રહ્યો છે
સમગ્ર તંત્ર વ્યવસ્થિત રીતે ચાલતુ હોવાની જાણકારી હોવા છતા પોલીસ આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિઓ કરી રહી છે. કેટલીક વખત વધુ જથ્થો પકડયા બાદ કેટલાક માલ સગેવગે કરાતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે.