દારૂનો ધંધો કરતો બુટલેગર ઝડપાયો
એરપોર્ટ પોલીસે સરદારનગર પોલીસ લાઈન નજીક
અમદાવાદ: સોમવારે એક તરફ નારોલ પોલીસે દેશીદારૂની ભઠ્ઠીઓ નાશ કર્યા હતો જ્યારે એરપોર્ટ તથા મણીનગર પોલીસ પણ ઈગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો એરપોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવેલી બે રેઈડમાં એક દરોડા તો સરદારનગર પોલીસ લાઈનની બાજુમાં જ પાડવામાં આવ્યો હતો.
એરપોર્ટ પોલીસને બાતમી મળતા જ સાંજે છ વાગ્યાના સુમારે સરદારનગર પોલીસલાઈનની બાજુમમાં આવેલી જવાહર કોલોનીમાં બી ૧૫૫૬ નંબરના મકાનમાં રેઈડ કરી હતી અને સની ઉર્ફ મચ્છુ કરશન ભીમાણી નામના શખ્શને ઝડપી ઘરની તપાસ કરતા સાડા ત્રણસોથી વધુ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલોની જથ્થો ઝડપાય્ હતો આ જથ્થો સન્નીને સરદારનગર સર્કલ નજીક રહેતા રાજુ ઉર્ફે ગેંડી કિશનાની પુરુ પાડ્યો હોવાનું જાણવામાં મળ્યુ છે.
જ્યારે સાંજે સાત વાગ્યે સિંધી કોલોની એક મકાનમાં દરોડો પાડીને ત્યાથી ૨૫૦થી વધુ બોટલોનો જથ્થો ઝડપ્યો હતો આ જથ્થો પણ રાજુ ગેંડીએ આપ્યો હોવાનું પકડાયેલા આરોપી ગોપાલ વાઘવાણીએ કબુલ્યુ છે. મણીનગરમમાં પેટ્રોલિગ દરિયાન માહીતી મળતા પોલીસે પુનિત આશ્રમ નજીક વોચ ગોઠવી હતી અને એક સફેદ કારને રોકી તપાસ કરતા તેમાંથી સાડા સાતસો જેટલા બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે પકડાયેલા આરોપી ભવરસીગ રાજપુત અને ભાગી જનાર મનોહરસીગ રાજપુત વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.