આગ્રા એક્સપ્રેસવે પર કાર-બસની ટક્કરમાં ૬ લોકોનાં મોત
કાનપુર, ઉત્તર પ્રદેશના જનપદ કાનપુરમાં બિલ્હૌર મકનપુર પોલીસ સ્ટેશનની હદના લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર એક એસયૂવી અને રોડવેજની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ જેમાં ૬ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં કારમાં સવાર પાંચ લોકો અને બસ ચાલકનો સમાવેશ થાય છે.એ યાદ રહે કે પાટનગર લખનૌને પર્યટન પાટનગર આગ્રાથી જાડનાર લખનૌ આગ્રા એકસપ્રેસ વે હવે તો દુર્ધટનાઓનો એકસપ્રેસ વે સાબિત થઇ રહ્યો છે. રવિવારે રાતે સાત લોકોના મોત બાદ સોમવારે રાતે બસ અને કાર વચ્ચે અથડામણમાં છ લોકોના મોત નિપજયા છે.
મળતી માહિતી મુજબ બે આગ્રાથી બિહારના મુજફ્ફરપુર જઈ રહી હતી. બિહાર સડક પરિવહન નિગમની બોલ્વો બસના ચાલકને ઝોકું આવી ગયુ અને ત્યારબાદ બસને ડિવાઇડર પાર કરી આગ્રાથી દિલ્હી જઇ રહેલ તેજ કારને જોરદાર ટકકર મારી દીધી હતી આથી કાર ડિવાઇડરથી ટકરાઇ અને તેમાં બેઠેલા પાંચ લોકોના મોત નિપજયા હતાં જયારે બસ ચાલકનું મોત નિપજયુ હતું અને ૧૫ યાત્રીઓને ગંભીર ઇજા થઇ હતી બસમાં ૪૦ યાત્રી બેઠા હોવાનું જણાવાય છે.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કૂચડો વળી ગયો. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હાસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કાર દિલ્હી નિવાસી સુનીતા સિંહના નામે રજીસ્ટ્રેશન થયેલ છે. કાર સવાર પાંચ લોકો લખનૌથી આગ્રા જઇ રહ્યાં હતાં જયારે વોલ્વો બસ ગાઝિયાબાદના કૌશાંબીથી બિહાર જઇ રહી હતી. પાંચ લોકોના શબને બહાર કાઢવા માટે ગેસ કટરની મદદ લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર સવાર ચાર લોકોની ઓળખ થઇ છે. જેમાં સની ૩૫,મુકેશ ૪૦,રામશંકર અને સુરજીતના મોત નિપજયા છે બાકીની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે અકસ્માત કેવી રીતે થયો તેની પોલીસે તપાસ શરૂ કરી છે.