કાશ્મીરમાં ત્રણ ખૂંખાર આંતકીઓ ઠાર
જમ્મુ: આંતકીઓના હુમલાઓનો સુરક્ષાદળના જવાનો બહાદુરીપૂર્વક સામનો કરી રહ્યા છે. આંતકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે થઈ રહેલ અથડામણોમાં સામસામા ગોળીબાર થઈ રહ્યા છે.
આજે સવારે ત્રાલમાં આંતકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે થયેલ અથડામણોમાં ગોળીબારમાં ૩ આંતકીઓ ઠાર મરાયા હોવાના સમાચાર મળ્યા છે. સામસામા થયેલ ગોળીબારમાં સુરક્ષાદળના જવાનોએ આંતકીઓના દાંત ખાટા કરી નાખ્યા છે. દરમ્યાનમાં કેટલાક આંતકવાદીઓ વિસ્તારમાં છુપાયા છે તેથી વિસ્તારને નાકાબંધી કરી છે અને જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.