નમસ્તે ટ્રમ્પ : ટોપ કલાકારો, ક્રિકેટરોને અપાયેલું નિમંત્રણ
અમદાવાદ: અમદાવાદના ઐતિહાસિક મોટેરા મેદાન ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે. તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કાર્યક્રમમાં ચાર વોટર સપ્લાય લેયરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આશરે પાંચ લાખ બાયોડિગ્રેડેબલ કપ અને ચાર લેયર પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પેક પાણીની બોટલો પણ સંબંધિત જિલ્લા અધિકારીઓ દ્વારા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. રાજ્ય પરિવહનની બસોમાં પ્રવાસીઓ પહોંચનાર છે. તેમના માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ૨૮ પા‹ટગ પ્લોટના દરેકમાં પાણીની વ્યવસ્થા રહેશે. કપમાં પાણી ઉપલબ્ધ રહેશે. ત્રીજી લેયરમાં સ્ટેડિયમ તરફ દોરી જતા માર્ગ રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૦૦થી વધારે પાણી વિતરીત કરતા પોઈન્ટ બનાવવામાં આવશે. કોઈપણ પ્રવાસી ૧૫થી ૨૦ મીટર ચાલીને તેમની તરસ મિટાવી શકશે. આ સંદર્ભમાં પણ બેઠકોના દોર ચાલી રહ્યા છે.
બેથી ૧૦ લાખ લીટર ક્ષમતા સાથે અંડરગ્રાઉન્ડ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ચીફ સેક્રેટરી, રાજ્યના ડીજીપી, શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સ્ટેડિયમની સતત મુલાકાત લઈને તૈયારીઓમાં ધ્યાન આપી રહ્યા છે. તમામ પા‹કગ વિસ્તારમાં પણ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય તમામ આયોજન પણ છે. જેમાં ટોપ ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
બોલિવુડ, ઢોલીવુડના કલાકારો, ગાયક કલાકારો અને અન્યો પણ પહોંચનાર છે. સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જે લોકોને આમંત્રણ અપાયું છે તેમાં એઆર રહેમાન, સોનુ નિગમ, શાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના લોક ગાયક કિર્તિદાન ગઢવી અને પાર્થિવ ગોહિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રહેમાન જય હોની ધૂન વગાડશે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના ક્રિકેટર જસપ્રિત બુમરાહ, પાર્થિવ પટેલ અને અન્યોને પણ આમંત્રણ અપાયું છે. સૂત્રોએ કહ્યું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, બીસીસીઆઈ પ્રમખ સૌરવ ગાંગુલીને પણ આમંત્રણ અપાયું છે. મોદી અને ટ્રમ્પ પહોંચે તેના ત્રણ કલાક પહેલા તમામ વ્યવસ્થા અને લોકોને મેદાનની અંદર લઈ જવામાં આવશે.