ઓલ ટેરેન વિહિકલ ચિમ્પિયનશીપનું સમાપન

ઇલેક્ટ્રીક કેટેગરીમાં ઈન્દૌરની એક્રોપોલીસ કોલેજની ટીમે બાજી મારી, પેટ્રોલ વિહકલની કેટેગરીમાં અમદાવાદની સિલ્વરઓક કોલેજની ટીમ પ્રથમ ક્રમે રહી કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની
વડોદરા: શહેરના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ઓલ ટેરેન વિહિકલ ચિમ્પિયનશીપની પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની કલેક્ટર શ્રીમતી શાલિની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. ઇલેક્ટ્રીક કેટેગરીમાં ઓવરઓલ વિનર તરીકે ઈન્દોરની એક્રોપોલીસ કોલેજની ટીમ એક્રોરેસર્સે બાજી મારી હતી અને બીજા ક્રમે સીએસએમએમ કોલેજ ઓફ ઈન્સ્ટિટ્યુટ એન્ડ ટેક્નોલોજીની સમસ્કરા ટીમ વિજેતા બની હતી.
તેમજ પેટ્રોલ વિહિકલ કેટેગરીમાં પ્રથમ ક્રમે અમદાવાદની સિલ્વરઓક કોલેજની ટીમ સ્પારએક્સ, દ્વતીય ક્રમે પુણેની બી’વીટ સંસ્થાની ટીમ ઈન્ડ્યુરન્સ રેસિંગ અને તૃતીય ક્રમે મુંબઈની એસઆઈઈએસ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ટેક્નોલોજીની ટીમ ટર્બોકારઆફ્ટર્સ વિજેતા બની હતી. તેમજ જુદી-જુદી કેટેગરીમાં રૂા. ૧૨ લાખની ઈનામી રાશી વિતરણ કરવામા આવી હતી.
કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે ૨૧મી સદી યુથ, વિમેન, નોલેજ, સ્કિલ અને ટેલેન્ટની છે જે એટીવીસીમાં ભાગ લેનાર દરેક પ્રતિસ્પર્ધીમાં છે. આ સમગ્ર ઈવેન્ટનુ યુવાનોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એચ.આર. સમિટ, જોબ ફેર વગેરે યોજવામાં આવ્યા. આ તમામ આપની કારકિર્દીમાં ઘણા મહત્વના અને ઉપયોગી સાબિત થશે.
ઉપરાંત તમારા ઈ-વિહિક ઇનોવેશન મેક ઇન ઈનદીયાં જેવા પ્રકલ્પોને બળ આપશે. સાથે જ તેમણે દરેક પ્રતિસ્પર્ધીના અભિગમને બિરદાવી વિજેતા ટીમોને અભિનંદન પાઠવ્યા હતા
ઓલ ટેરેન વિહિકલ ચેમ્પિયનશીપના છેલ્લા દિવસે ઉબડ-ખાબડ રસ્તા પર રોમાંચથી ભરપૂર દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. આઈ. આઈ. ટી, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના ૬૫ ટીમોએ મોટર ઈજનેરી ક્ષેત્રના કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા.એટીવીસીના પ્રવક્તા શ્રી શર્મા કહે છે કે, કોઈ પણ વિહિકલના નિર્માણા બાદ તમામ તબક્કામાંથી પસાર કર્યા બાદ સ્પાર્ધા ભાગ લીધો હતો.
આ વિશિષ્ટ વિહિકલની ડીઝાઈન, કોસ્ટ, બિઝનેશ પ્લાન, ઇનોવેશન, એક્સીલેશન, સેફ્ટી, સસ્પેન્સ અને ટ્રેકસન, જેવી તમામ બાબત આ ક્ષેત્રના નિષ્ણાંત એવો ૪૦ જજીસ તેનુ નિરીક્ષણ-નિદર્શન કરીને વિજેતા ટીમોની જાહેરાત કરી હતી..આ પ્રસંગે વડોદરા શહેરના એસડીએમ શ્રી વિજય પટ્ટણી, એટીવીસીના બ્રાન્ડ એમ્બેસેડર મીરા ઈરડા, જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી રાવલ, બાઈકર્સ સીમા શાહ તેમજ આ આયોજનના પ્રોત્સાહક કંપનીના પ્રતિનિધિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.