જ્ઞાનજ્યોત વિદ્યાલયના બાળકો દ્વારા “પર્યાવરણ સુરક્ષા”ના અનુસંધાને એક અનોખી પહેલ
ગોડાદરા સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ”પ્લાસ્ટિક મુક્ત ભારત” અને “પર્યાવરણ સુરક્ષા” ને ધ્યાનમાં રાખીને એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે મોટાભાગના બાળકો લખવા માટે ” પ્લાસ્ટિકમાંથી બનાવેલ બોલપેનનો ઉપયોગ કરે છે અને સ્યાહી પૂર્ણ થઈ જાય
એટલે કચરાપેટીમાં ફેંકી દે છે.પરંતુ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ આ “બિનઉપયોગી બૉલપેન” એકત્રિત કરી અને એને રિસાઇક્લિનમાં વેચીને એનાથી જે પૈસા પ્રાપ્ત થયા એનાથી ફૂલછોડ ખરીદીને શાળાને ભેટમાં આપ્યા. આમ પ્લાસ્ટિકથી થતાં નુકશાનથી પૃથ્વીને બચાવવાનો એક નાનકડો પ્રયાસ શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યો છે. શાળા પરિવાર બાળકોના આ અભૂતપૂર્વ કાર્યની ખૂબ જ પ્રશંસા કરે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે.