“સલામત સવારી એસટી અમારી” સુત્ર ખોટું : મોડાસાના સાયરા નજીક દોડતી બસે ટાયર નીકળ્યું

ભિલોડા, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની અને અકસ્માત ની ઘટનાઓ છાસવારે બનતી હોય છે”
બસ ની મુસાફરી સલામતી ની સવારી” ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં બસો ની ખખડધજ હાલત ની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.મોડાસાના સાયરા નજીક રોડ પર દોડતી એસટી બસનું ટાયર નિકળી જતા બસમાં સવાર ૩૦ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મોડાસા એસટી ડેપોની મોડાસા તખતપુરા મોડાસા તખતપુરા રૂટ થઈ પરત મોડાસા ફરતા સાયરા નજીક એસટી બસનું ટાયર અચાનક જ નીકળી ગયું હતું.
પૂર ઝડપે દોડતી બસનું ટાયર નિકળી જતા બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ તાળવે ચોંટયા હતા.૩૦ જેટલા મુસાફરોમાં અફડાતફડી સર્જાઈ હતી જોકે બસ ચાલકની સમયસૂચકતાને કારણે બસ ચાલકે બસ પર કાબુ મેળવીને રોડ સાઈડ ઉભી રાખી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.
દોડતી બસે ટાયર નીકળી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો એસટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ઘટનામાં કોઈપણ મુસાફરને ઇજા કે જાનહાનિ નહીં થતા દોડી આવેલા અધિકારીઓ અને લોકો એ હાશકારો અનુભવ્યો હતો. (જીત હરેશભાઈ ત્રિવેદી, ભિલોડા, જી.અરવલ્લી)