“પુસ્તક વાચક સ્પર્ધા” માં મોડાસાની સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રથમ

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી અરવલ્લી દ્વારા રાજ્યની તમામ ઉચ્ચ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાંચન માં રસ કેળવે, વાંચન પ્રત્યે ઉત્સાહ વધે અને સમજપૂર્વક વાંચન કરે તે હેતુસર આયોજીત “પુસ્તક વાચક સ્પર્ધા” ના ભાગ રૂપે કલસ્ટર કક્ષાની સ્પર્ધા મોડાસા -૧ સી.આર.સી. કેન્દ્ર મુકામે તા. ૧૫-૦૨-૨૦૨૦ ના રોજ આયોજીત થઇ.
જેમાં મોડાસા નગરની પ્રતિષ્ઠિત શ્રી સી.જી. બુટાલા સેકંડરી અને શ્રી બી.વી. બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ ધો.૬ – ૮ – ૯ – ૧૧ ની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને અગ્રેસર બનાવેલ છે. મેળવેલ આ સિદ્ધિ બદલ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બિપીનભાઈ આર.શાહ , ઉપપ્રમુખ પંકજભાઈ બી. બુટાલા , પ્રભારી મંત્રી ધીરેનભાઈ એમ.પ્રજાપતિ અને શાળાના પ્રિન્સીપાલ ડૉ આર. સી.મહેતાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક શિક્ષક