કપડવંજ તાલુકા પંચાયત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

કપડવંજ તાલુકા પંચાયત દ્વારા મંગળવારના રોજ તાલુકા પંચાયતમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના વિભાગોનો સ્ટાફ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયો હતા તાલુકા પંચાયતના પ્રમુખ ઉષા બા ઝાલા એ પૂજા વિધિમાં ભાગ લીધો હતો
આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય કાળુ સિંહ ડાભી બાલાસિનોર ધારાસભ્ય અજીત સિંહ ચૌહાણ એ પી એમ સી ના ચેરમેન નિલેષભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી મહામંત્રી ગણપતસિંહ રાઠોડ આસી ટી ડી ઓ એ કે ઝાલા શહીદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી હતી આ પ્રસંગ ના અંતમાં તાલુકા પંચાયતના મહિલા સ્ટાફ દ્વારા ગરબા પણ રમ્યા હતા