કલ્યાણ જ્વેલર્સે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી
અમદાવાદ, ભારતની સૌથી મોટી અને મનપસંદ જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર 29 ફેબ્રુઆરી, 2020 સુધી લાગુ રહેશે. કલ્યાણ જ્વેલર્સે ભારતમાં ગ્રાહકો માટે રેટ પ્રોટેક્શન ઓફર રજૂ કરી છે, જે તેમને સોનાની કિંમતને લોક-ઇન કરવા (સુરક્ષિત કરવા) સક્ષમ બનાવશે અને તેમને ભવિષ્યમાં સોનાની કિંમતમાં વધારા અને વધઘટ સામે રક્ષણ આપશે. આ ઓફરનાં ભાગરૂપે ગ્રાહકો સોનાની બજારકિંમતે કુલ ખરીદકિંમતની 10 ટકા રકમની આગોતરી ચુકવણી કરીને જ્વેલરી બુક કરી શકે છે. ઉપરાંત ગ્રાહકો ડાયમન્ડ અને પોલ્કી જ્વેલરી*ની ખરીદી પર ફ્લેટ 25 ટકા ડિસ્કાઉન્ટ તથા અનકટ અને કિંમતી રત્નો*ની જ્વેલરી પર ફ્લેટ 20 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
આ પ્રસંગે કલ્યાણ જ્વેલર્સનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને કહ્યું હતું કે, “કલ્યાણ જ્વેલર્સમાં અમારો ઉદ્દેશ ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. અમે ગ્રાહકોને જ્વેલરીની ખરીદીમાં હંમેશા મહત્તમ લાભ મળે એવો ઉદ્દેશ પણ ધરાવીએ છીએ. છેલ્લાં થોડાં મહિનાઓથી સોનાની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે રેટ પ્રોટેક્શન ઓફર પ્રસ્તુત કરી છે. આ ઓફર અંતર્ગત અમે ગ્રાહકોને સોનાની કિંમતમાં વધારા સામે રક્ષણ આપીશું. અમારું માનવું છે કે, રેટ પ્રોટેક્શન ઓફર સાથે આ વિશિષ્ટ મલ્ટિ-ઓફર અભિયાનથી ગ્રાહકો અને લગ્નસરાની ખરીદી કરનારાઓને વિવિધ લાભ મળશે, જેઓ આ સિઝન શરૂ થાય એ અગાઉ જ્વેલરી ખરીદવા ઇચ્છે છે.”
વળી ગ્રાહકો કલ્યાણની ગોલ્ડ જ્વેલરી પર નવા 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનગોલ્ડ જ્વેલરીનાં લાભ મેળવવા સક્ષમ બનશે. કલ્યાણની આ વિશેષ પહેલ બ્રાન્ડની એનાં વફાદાર ગ્રાહકોને લાભ આપવાની કટિબદ્ધતાને વધારશે. જ્યારે કલ્યાણ જ્વેલર્સમાં રિટેલ જ્વેલરી શુદ્ધતા માટેની વિવિધ કસોટીઓમાંથી પસાર થાય છે અને તમામ જ્વેલરી બીઆઇએસ હોલમાર્ક ધરાવે છે, ત્યારે 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ એક્સચેન્જ કે રિસેલ દરમિયાન ઇનવોઇસમાં ઉલ્લેખિત શુદ્ધતાનાં મૂલ્ય જેટલું જ મૂલ્ય ગ્રાહકને મળશે એની ખાતરી આપે છે. ઉપરાંત આ સર્ટિફિકેશન દેશમાં કલ્યાણ જ્વેલર્સનાં કોઈ પણ શોરૂમમાં જ્વેલરીનાં આજીવન ફ્રી મેઇન્ટેનન્સનીસુવિધા આપે છે.