Western Times News

Gujarati News

ધનસુરામાં કારખાનામાં નોકરી કરતા ચોકીદારને કારે કચડાતા ઘટનાસ્થળે મોત ,CCTV માં કેદ

 જીઈબી કચેરી નજીક હિટ એન્ડ રનની ઘટના :

ધનસુરા-અમદાવાદ રોડ પર આવેલ જીઈબી કચેરી નજીક હિટ એન્ડની રનની ઘટના બની હતી જેમાં ધનસુરામાં કારખાનામાં નોકરી કરતો ચોકીદાર નોકરી જવા રોડ ક્રોસ કરવા જતા આઈ-૨૦ કારના ચાલકે અડફેટે લેતા ચોકીદારના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું અકસ્માત સર્જી કાર ચાલક રફુચક્કર થયો હતો સમગ્ર ઘટનાક્રમ નજીકમાં રહેલી કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી  હિટ એન્ડ રનની ઘટનાના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


ભિલોડા તાલુકાના મુનાઈ ગામના અને ધનસુરામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ પરમાર કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા બુધવારે સાંજના સુમારે જીઈબી કચેરી પાસે રોડ ક્રોસ કરવા જતા ધનસુરા તરફથી આવતી આઈ-૨૦ કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા બળવંતસિંહ કારની ટક્કરે ઉછળી રોડ પર પટકાતા શરીરે ગંભીર  ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હિટ એન્ડ રનની ઘટના સર્જી કારચાલક કાર લઈ નાસી છૂટ્યો હતો

કારની અડફેટે ચોકીદારનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા હિટ એન્ડ રનની ઘટનાના પગલે ધનસુરા  પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ધનસુરા સરકારી દવાખાને ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો

ધનસુરા પોલીસે રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા આઈ-૨૦ કાર ચાલક વિરુદ્ધ અક્સમાતે મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.