એર ઇન્ડિયાનો મોટો નિર્ણય: 4 મહિના સુધી કોઇ પ્લેન ચીન નહીં જાય
નવી દિલ્હી, કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયાએ ચીન જતી તમામ ફ્લાઇટ સ્થગિત કરી દીધી છે. એર ઇન્ડિયા અનુસાર 20 જૂન સુધી ચીન જતી તમામ ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે. આ પહેલા એર ઇન્ડિયાએ 28 માર્ચ સુધી ચીનની તમામ ફ્લાઇટ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. એર ઇન્ડિયાએ આ નિર્ણય ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપને લઇને લીધો છે. કાલે મોડી સાંજે એર ઇન્ડિયાની એક બેઠક મળી હતી ત્યાર બાદ ફ્લાઇટ કેન્સલ કરવાની તારીખ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ ગત 4 ફેબ્રુઆરીએ ચીન જતી તમામ ફ્લાઇટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે ઘાતક કોરોના વાઇરસના પ્રકોપના કારણે હોંગકોંગની તમામ સેવા 28 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.