પતિથી ત્રાસેલી પત્નીએ દોઢ વર્ષના પુત્રને પથ્થર ઉપર પટકીને કરી હત્યા
કન્નૂર, કેરળના કન્નૂર જિલ્લામાં હૃદયદ્રાવક એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના દોઢ વર્ષના પુત્રની હત્યા કરીને લાશને સમુદ્રની ચટ્ટાનો પાછળ સંતાડી દીધી હતી. ઘટનામાં આરોપી માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૨ વર્ષની મહિલાએ પોતાના પુત્રને બે વાર પથ્થર ઉપર પટકીને હત્યા કરી હતી. પહેવાર જ્યારે પુત્રને પથ્થર ઉપર પટક્યો ત્યારે તે રડ્યો હતો. ત્યારબાદ મહિલાએ તેના ઉપર પથ્થરથી વાર કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
પોલીસે સરન્યા નામની મહિલાને મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. મહિલાએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે આ ગુના માટે પોતાના પતિ પ્રણવને જવાબદાર ગણાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પ્રણવ અને સરન્યાનું લગ્ન જીવન સરખું ચાલતું ન્હોતું. તેઓ છૂટાછેડાના ઉમરે આવીને ઊભા હતા.
વધુ મળતી માહિતી પ્રમાણે સરન્યના સંબંધો તેના મિત્ર પ્રણવ સાથે હતા. પોલીસ પ્રમાણે વિયાન નામનો પુત્ર સોમવારે સરન્યાના ઘરેથી ગાયબ હતો. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે વિયાનની લાશ થય્યિલ સમુદ્ર તટ ઉપર દીવાસની પાસેથી મળ્યો હતો. બાળકોનો પિતા ત્રણ મહિના પછી ઘરે પાછો ફર્યો હતો. એટલે પોલીસને તેના ઉપર શંકા હતી પરંતુ પોલીસે પ્રણવની પૂછપરછ કરી ત્યારે પતિ પત્નીના નિવેદન વચ્ચે અંતર જોવા મળ્યું હતું.
પોલીસ પ્રમાણે વિયાન નામનો પુત્ર સોમવારે સરન્યાના ઘરેથી ગાયબ હતો.
ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે વિયાનની લાશ થય્યિલ સમુદ્ર તટ ઉપર દીવાસની પાસેથી મળ્યો હતો. બાળકોનો પિતા ત્રણ મહિના પછી ઘરે પાછો ફર્યો હતો. એટલે પોલીસને તેના ઉપર શંકા હતી પરંતુ પોલીસે પ્રણવની પૂછપરછ કરી ત્યારે પતિ પત્નીના નિવેદન વચ્ચે અંતર જોવા મળ્યું હતું. ઉપ પોલીસ અધિક્ષક પીપી સદાનંદ અનેસીઆઈ પીઆર સતીસનની ટીમે સરન્યાના નિવેદન ઉપર વિશ્વાસ ન આવ્યો ત્યારે તેમણે ફરીથી પૂછપરછ કરી અને ફોરેન્સિક પુરાવા ઉપર વિશ્વાસ કર્યો. પોલાસના જણાવ્યા પ્રમાણે તેનું ઘર અંદરથી બંધ હતું. એટલે એ વાતની કોઈ સંભાવના નથી કે કોઈ ઘરમાંથી બહાર ગયું હોય પોલીસને સરન્યાના કપડા ઉપર સમુદ્રનું પાણી અને બાલુનું નિશાન મળ્યું હતું જેથી તપાસમાં મહત્વપૂર્ણ વળાંક લીધો હતો. વધારે પૂછપરછમાં સરન્યાએ સ્વીકાર્યું કે આ ગુનો તેણે જ કર્યો છે. તેણે પુત્રની પથ્થર મારીને હત્યા કરીને લાશ ત્યાં છોડીને ઘરે આવી ગઈ હતી. એક રાત્રે બાળકને પ્રણવની પાસે સુવા માટે છોડી દીધો હતો. કદાય તે પોતાના પતિને ફસાવવા માંગતી હતી.