દુનિયાના ૧૧ રાષ્ટ્રાધ્યક્ષ તાજ મહલના દીદાર કરી ચુકયા છે
આગ્રા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ પર તાજમહલના પણ દીદાર કરશે ટ્રમ્પ આગ્રા પહોંચી ૨૪ ફેબ્રુઆરીએ સાંજે આગ્રા તાજમહલ જોવા જશે તાજમહલ દુનિયાના લગભગ દરેક દેશના લોકોને આકર્ષિત કરે છે કદાચ આજ કારણ છે કે જે પણ રાષ્ટ્રધ્યક્ષ ભારતના પ્રવાસે આવે છે તે તાજમહલના દીદાર કરવાની તક છોડતા નથી મોટાભાગના રાષ્ટ્રધ્યક્ષ તાજમહલની સામે પરિવારના લોકોની સાથે તસવીર કિલક કરાવે છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્પતિ પણ ભારત પ્રવાસ દરમિયાન તાજમહલ જાઇ ચુકયા છે. તાજમહલ દુનિયાની ૭ અજાયબીઓમાંથી એક છે.
અત્યાર સુધી ૧૧ રાષ્ટ્રાધ્યક્ષ તાજમહલ જોઇ ચુકયા છે.રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન પણ ભારત પ્રવાસ દરિયાન તાજના દીદાર કરી ચુકયા છે. બુલ્ગારિયા પૂર્વ વડાપ્રધાન સર્ગેઇ સ્ટૈનશેવએ ૧૫ સપ્ટેમ્બ ૨૦૦૭ના રોજ તાજમહલ નિહાળ્યો હતો. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રિયુવેન રિવલિન અને તેમની પતની નેચામા પણ પ્રેમના પ્રતિક તાજમહલની સામે તસવીર કિલક કરાવી ચુકયા છે.
આ ઉપરાંત ફ્રાંસિસી રાષ્ટ્રપતિ નિકોલસ સર્કોજી ૨૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ તાજ મહલ જોવા આવ્યા હતાં.કેનેડાના વડાપ્રધાન ટૂડો પરિવાર સાથે અહીં પહોંચ્યા હતાં. તેઓ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આવ્યા હતાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલલોનારો પરિવારની સાથે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તાજમહલ જાવા પહોંચ્યા હતાં.
ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓ પોતાની પત્નીની સાથે ૨૨ નવેમ્બર ૨૦૦૬ના રોજ તાજના દીદાર કરી ચુકયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જયોર્જ ડબલ્યુ બુશ (સીનિયર બુશ) ૧૩ માર્ચ ૧૯૮૪ના રોજ ભારત યાત્રા દરમિયાન પત્ની બારબારની સાથે અહીં આવ્યા હતાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબહામા પોતાની પુત્રી ચિલ્સયાની સાથે ૨૨ માર્ચ ૨૦૦૦ના રોજ તાજમહેલ જાઇ ચુકયા છે. આ દિવસે ચિલ્સયાની ૧૪મો જન્મ દિવસ હતો.
જો કે તેમને આ તક રાષ્ટ્રપતિના પદ પર રહેતા મળી ન હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ઓબામા ભારત આવ્યા હતાં ઓબામા અને અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાની આગ્રાની યાત્રા નક્ક હતી પરંતુ સાઉદી આરબના શાહ અબ્દુલ્લાના નિધનના કારણે તેમણે વચ્ચમાં જ પોતાની યાત્ર સમાપ્ત કરી પાછા ફરવું પડયુ હતું. તૂર્કીના પૂર્વ વડાપ્રધાન બુલેંટ એસેવિટ અને તેમની પત્ની રહસન ૨ એપ્રિલ ૨૦૦૨ના રોજ આગ્રા પહોંચ્યા હતાં અને તસવીરો કિલક કરાવી હતી.