વાડજમાં પાડોશી યુવકનો યુવતી ઉપર એસીડ એટેક
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે શહેરમાં સગીરાઓ તથા યુવતીઓની છેડતીની ઘટનાઓ વચ્ચે શહેર પોલીસતંત્ર દ્વારા સી ટીમ બનાવવામાં આવી છે જે આવારા અને રોમિયો તત્વોને પકડી તેઓની સામે કડક કાર્યવાહી કરે છે ખાસ કરીને શાળા કોલેજાની બહાર પોલીસની વિશેષ નજર હોય છે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે
જેમાં પાડોશમાં જ રહેતા યુવકે એક યુવતિ પર એસિડ એટેક કરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી સદ્નસીબે યુવતિ ખસી જતા તેનો બચાવ થયો હતો આ ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જાકે આરોપી યુવકે પણ યુવતીના પરિવારજનો પર મારમાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ એસીડ એટેકની ઘટનાને ગંભીર ગણી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જુના વાડજમાં આવેલી હનુમાનપુરાની ચાલીમાં હેતલબેન રાઠોડ તેમની માતા અને ભાઈ-ભાભી સાથે રહે છે હાઉસ કીપીંગનું કામ કરતા હેતલબેન ગઈકાલે બપોરે બે વાગ્યે ઘરે જવા માટે ગયા હતા એ સમયે પાડોશમાં રહેતા કિરીટ ઉર્ફે જેન્ગો દંતાણી નામના યુવાનનો ફોન આવ્યો હતો
જેણે હેતલબેન સાથે ફોન પર ગાળાગાળી કરીને મોં પર એસીડ છાંટી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી બાદમાં થોડીજ વારમાં કિરીટ તેમના ઘરની બહાર આવી બુમો પાડી ગાળાગાળી કરવા લાગતાં હેતલબેન અને તેમનો પરીવાર બહાર આવ્યો હતો એ સમયે કિરીટે તેમની પાસે આવીને ડબલામાં લાવેલું એસીડ હેતલબેન પર છાંટતા બધાએ બુમાબુમ કરી મુકી હતી જાકે કોઈક રીતે હેતલબેન બચી ગયા હતા. એસીડ એટેકને પગલે ચાલીના અન્ય રહીશો પણ એકત્રીત થઈ ગયા હતા અને આ દૃશ્ય જાઈ બધા ચોંકી ઉઠયા હતા કિરટ કંઈ કરે એ પહેલાં જ હેતલબેનના ભાભી લીલાબેને કંટ્રોલરૂમને જાણ કરતાં
વાડજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી પાડોશીઓ વચ્ચે તકરાર ચાલતી હતી જેમા યુવક પરિવારજનોને પરેશાન કરતો હતો ગઈકાલે ફોન ઉપર તેણે ધમકીઓ પણ આપી હતી જેના પરિણામે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો પરિવાર હજી કશું સમજે તે પહેલા જ આ શખ્સ ઘરે આવી પહોંચ્યો હતો અને બુમાબુમ કરા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે આ શખ્સના હાથમાં એક ડબ્બા જેવું વાસણ હતું અને હેતલબેન કશું સમજે તે પહેલાં જ તેના પર તે છાંટયુ હતું જાકે હેતલબેન ખસી જતાં એસીડના કેટલાંક છાંટા તેમની પર પડયા હતાં ગંભીર એવી આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે
આરોપી યુવક એસિડ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કિરીટે હેતલબેનના ભાઈ તથા અન્યોએ એકત્ર થઈ પોતાને ગડદાપાટુનો માર માર્યાોન આક્ષેપ કર્યો હતો.