માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી
માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી હતી ભગવાન શિવની આરાધના માટે ઉતમ અવસર ગણાતા મહાશિવરાત્રિ ની માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શિવની આરધના પૂજા અર્ચના ને લઇને શિવભકતૉમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતીય સાંસ્કૃતિક માં પર્વો ઉત્સાહૉ સાથે ધાર્મિક તહેવારૉનુ ધણુ મહત્વ જોવા મળે છે તેમાય દેવાધિદેવ એવા મહાદેવની ભક્તિના પાવન પર્વ મહાશિવરાત્રિ ના દિવસે ભૉળાનાથ ના મંદિરો માં ધાર્મિક હષૉઉલાસ સાથે આનંદ ભેર ઉજવણી કરવા ધર્મ પ્રેમીઓ અને શિવ ભકતૉ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માણાવદર ના દરેક શિવ મંદિરૉમાં હર હર મહાદેવ- બમ બમ ભૉલે ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.વિવિધ શિવ મંદિરૉ ઉપર વહેલી સવારથી શિવ ભકતૉ દ્વારા ઉમટી પડી ને દૂધ,જળ અભિષેક, બીલી પત્રો સાથે ભૉળાનાથ ભગવાન ની પૂજા અર્ચના કરી અને ભાંગ નો પ્રસાદ લઇને આનંદ અનુભવતા હતા