સરગાસણ બ્રહ્માકુમારીઝ દ્વારા મહા શિવ રાત્રીની ભવ્ય ઉજવણી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, પારિજાત હોમ્સ, સરગાસણ સેવાકેન્દ્ર પર ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રાકેશ પટેલ, અને સંચાલિકા બી.કે.મેઘાબેન દ્વારા અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિવ ધ્વજારોહણ કરવામાં આવેલ તથા અનિર્દેશ સોસાયટી સામે, શાંતમ પાર્ટી પ્લોટની પાસે, સરગાસણ ખાતે આયોજિત સોમનાથ દર્શન, વેલ્યુ ગેમ્સ, આધ્યાત્મિક પ્રદર્શની તથા તનાવ મુક્તિ માટે મેડિટેશન કોર્ષ (૨૨ થી ૨૯ ફેબ્રુઆરી સવારે ૮ થી ૯, સાંજે ૪થી ૫ અને રાત્રે ૮ થી ૯),નું ઉદઘાટન કરવામાં આવેલ.
સાંજે ૭.૦૦ વાગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ભગિની રીટાબેન પટેલ, કોર્પોરેટર ભગિની હર્ષાબા ધાંધલઅને આદરણીય કૈલાશ દીદીના દ્વારા સોમનાથની આરતી થશે. દર્શનનો હજ્જારો ભક્તોને લાભ લીધેલ