ઇન્ડિયન ૨’ના સેટ પર જીવ ગુમાવનારના પરિવારોને કમલ હસન ૧-૧ કરોડ આપશે
ચેન્નાઇ, અભિનેતા કમલ હસને ઇન્ડિયન ૨ના સેટ પર થયેલી દુર્ધટનામાં જીવ ગુમાવનાર ત્રણ ક્રૂ મેમ્બર્સના પરિવારને ૧-૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પહેલા કમલ હસન અને પ્રોડક્શન હાઉસ લાઇકાએ ઇન્ડિયન ૨ ના સેટ પર થયેલી દુર્ધટનામાં ત્રણ લોકોની મોત પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં બીજા ૯ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ સુત્રોન જણાવ્યા મુજબ બુધવારે રાત્રે આ દુર્ધટના થઇ હતા જેમાં એક કલા નિર્દેશક સહિત ત્રણ લોકોની મોત થઇ હતી. ક્રેન સંચાલકના સામે આઇપીસીની વિભિન્ન કલમ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. ક્રેન સંચાલક હાલ ફરાર છે. પ્રોડક્શન હાઉસના વ્યક્ત મુજબ આ દુર્ધટનામાં સહાયક નિર્દેશક કુષ્ણા, કલા સહાયક ચંદ્રન અને નિર્માણ સહાયક મધુની મોત થઇ છે.૬૫ વર્ષીય અભિનેતા કમલ હસનનું કહેવું છે કે કેટલીક વાર સેટ પર નાની મોટી ઘટનાઓ થતી હોય છે. પણ આ ઘટના ખૂબ જ દર્દનાક છે. કમલ હસન સિવાય ફિલ્મની અભિનેત્રી કાજલ અગ્રવાલ સમેત અનેક લોકો શોક વ્યક્ત કર્યો છે.
કમલ હસને બુધવારે હોસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. અને જે બાદ આ દુર્ધટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને ૧-૧ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. પોલીસે કહ્યું કે આ દુર્ધટના ઉપનગરીય નૈજરૈથપેટમાં જ્યાં સેટ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં થઇ હતી. જેમાં ક્રેન દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું હતું. તે એક ખાનગી ફિલ્મ સ્ટૂડિયો હતો જ્યાં શૂટિંગ થઇ રહ્યું હતું.આ દુર્ધટના પછી કમલ હસને તેના ત્રણ સહકર્મીઓની ગુમાવા મામલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હું તેમના પરિવારનું દુખ સમજી શકું છું. અને હું તેમના પરિવારના આ દુખમાં સામેલ છું.