Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લાના પ્રવાસન ધામ કલેશ્વરી ખાતે મહા શિવરાત્રી મેળાનો યોજાયો

લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અને જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિની ગોંદમાં વસેલું નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ, સાસું-વહુની વાવો, કલેશ્વરીમાતા, શિવ મંદિર, ભીમના પગલા, સ્નાનકુંડ અને કૂવો, તેમજ કલાત્મક કોતરણી અસલ સ્વરૂપમાં નિર્દોષભાવે આંખોને આંજી દે છે. અને હેડંબા વન તરીકે ઓળખાતો જંગલ વિસ્તાર અને અહી વહેતા ખળખળ ઝરણાં અને વનોની વનરાજી મનમોહક આહલાદક વાતાવરણમાં મહા શિવરાત્રીનો મેળો યોજાયો હતો.

આ મેળામાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી પ્રાચીન સ્થળ કલેશ્વરી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે લોકડાયરાનું આયોજન લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવકના મુખ્ય અતિથી પદે કરવામાં આવ્યું હતું આ આ રમણીય અને ૧૨મી સદીના આ પુરાત્ત્વીય મહત્વના રમણીય કલેશ્વરી નાળ ખાતે માણસો હકડેઠઠ ઉમટી પડી હતી. આ સ્થળ પોતાની જાતને પ્રકૃતિમય બનાવીદે છે. આ મળો પન્નાલાલ પટેલ ની નવલકથા મળેલા જીવના કાનજી અને જીવીના સંસ્મરણો વાગોળતું આ સ્થળ પ્રત્યેક મુલાકાતમાં લોકોને નવલકથાની યાદ તાજી કરાવે છે.

આ કલેશ્વરી મેળો આદિવાસીઓની વિરાસત અને વિચરતી વિમુક્ત જાતિઓના કલા વારસાને પિછાણવા સમૃધ્ધ કરવા અવાજ આપવા, આ મેળો ઉજવવામાં આવે છે.આ મહા શિવરાત્રીનો પ્રકૃતિ વચ્ચે ઉજવાતા આ મેળાનો નજારો જોવા હજજરોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અખિલ ભારતીય વિચરતી વિમુક્ત જન જાતિ વેલ્ફેર સંઘ ગુજરા પ્રદેશ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સ્વયંમ સંચાલિત આ મેળામાં મહીસાગર જિલ્લા બ્રહ્માકુમારીઝનો આધ્યાત્મિક સ્ટોલ સેવાભાવી લોકો દ્વારા છાસ વિતરણ, કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેળામાં મહીસાગર જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લગતું સાહિત્ય વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું આસપાસના લોકો દ્વારા ફળફળાદી, રમકડા અને શેરડીના સાઠા અને હાટ બજાર દ્વારા મેળામાં આવતા લોકોને ખરીદી માટેનું હાટબજાર પણ રસ્તાની બાજુએ જબ્બર જામ્યું હતું.

વિવિધ સ્થાનોમાંથી આવેલા લોકકલાકારો પોતાની કળા રજૂ કરે છે. લોકકલાકારોની કલાને ઉપસ્થિત જનમેદની ઉત્સાહ વધારે છે. ભજન કીર્તન, લોક કલાઓ પ્રસ્તુત થાય છે. કલેશ્વરીના આ પરંપરાગત મેળામાં સાહિત્ય  સિકો, અભ્યાસુઓ, પ્રકૃતિપ્રેમીઓ, પ્રકૃતિની વચ્ચે મેળાને જીવંત નિહાળવા, આદિજાતિ સંસ્કૃતિની સાથે તેમજ પ્રકૃતિ સાથે એકરૂપ થઈ   આનંદ  માણવા આવે છે.

આ મેળો આગવી ઓળખ અને ખુલ્લા મને મુક્ત નાચગાન અને સંસ્કૃતિના દર્શન વિવિધતામાં એક્તાના દર્શન કરાવે છે. આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા ઇકોટુરીઝમ વિકશે તે માટે આ સ્થળે વન પ્રશિક્ષણ કેન્દ્ર અને રોકાવા માટે ટેંટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જિલ્લાના પ્રવાસન વિકાસ માટે મહત્વનું પરીબળ બની રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.