Western Times News

Gujarati News

મોટેરામાં બે હજારથી વધારે ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે

અમદાવાદ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના બે હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ઉદ્યોગ કમિશ્નર અને ઇન્ડેક્સ-બી તરફથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહીત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ અને ઓદ્યોગિક એસોસીએશનને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી અંદાજીત ૫૫૦થી વધુ બિઝનેસમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી છે.


તેવી જ રીતે સુરત ચેમ્બરે ૬૦૦ અને વડોદરા ચેમ્બરે ૬૦૦ લોકોના નામ નોંધાવ્યા છે. રાજકોટમાંથી લગભગ ૧૦૦ જેટલા ઉદ્યોગપતિઓ પણ ટ્રમ્પને આવકારવાના કાર્યક્રમમાં ભાગ લેશે. બીજીબાજુ, તંત્ર દ્વારા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને પાસ પહોંચાડવાની કામગીરી પૂરજાશ માં ચાલી રહી છે.

વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા પ્રમાણે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ઉદ્યોગકારોને ૨૪ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યા સુધીમાં અમદાવાદમાં જીએમડી સી ગ્રાઉન્ડ પર પહોચવાનું કહેવામાં આવ્યું છે. અહીંથી મોટેરા સ્ટેડીયમ સુધી જવા માટે સરકાર તરફથી અન્ય વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગ કમિશ્નર દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈચ્છુક લોકોની યાદી આપવા કહેવામાં આવ્યું હતું. અમારા તરફથી અમે ૯૫૦ લોકોના નામ મોકલાવ્યા હતા

જેમાંથી ૬૦૦ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજુરી મળી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગ કમિશ્નરને પ્રોગ્રામ પહેલા જ પાસ આપી દેવા જણાવ્યું હતું પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે પાસ ક્યારે મળશે. શરૂમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર જ બધાને પાસ અપાશે તેવું કહેવામાં આવ્યું હતું. જા કે, તંત્ર તરફથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને સમયસર એન્ટ્રી માટેના પાસ મળી રહે તે માટેની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.