ડિઝાસ્ટર હસ્તકની બોટની કોસંબા ખાતે ઔરંગા નદીમાં ભૌતિક ચકાસણી કરાઇ
વલસાડ જિલ્લામાં ચોમાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક મળી
વલસાડ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન કરવાની થતી કામગીરીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.
બેઠકમાં વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે ચોમાસાની ઋતુ દરમિયાન પૂરની સ્થિતિ ઊભી થાય ત્યારે દરેક વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું. ડિઝાસ્ટર હસ્તકની બોટોની ભૌતિક ચકાસણી કરી તેનો રીપોર્ટ સોંપવા મત્સ્યોદ્યોગ વિભાગને સૂચના આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વલસાડ કલેક્ટરે આપેલી સૂચના અનુસાર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક એ.એમ.પટેલ, સંશોધન મદદનીશ ધર્મેન્દ્ર ડુમાણીયાએ વલસાડ નજીકના કોસંબા ખાતે ઔરંગા નદીમાં બન્ને બોટ લઇ જઇ સ્થાનિક માછીમારોની સાથે રાખી ભૌતિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ બન્ને બોટ ચાલુ હાલતમાં છે, અને તે પૂરના સમયે બચાવ કામગીરીમાં ઉપયોગમાં આવી શકે છે, તેમ જણાવ્યું હતું.