મોટી ઇસરોલના મોટેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર સાથે ઉમંગભેર મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી
મોડાસા: મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે પણ ભોળાનાથ..આસુતોસ દેવાધિદેવ ભગવાન શિવજીનું મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોટેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર સાથે ઉમંગભેર મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અશ્વિનભાઈ મહારાજ જીતપુરવાળાના આચાર્યપદે યોજાયેલ શિવ લઘુરુદ્ર પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટેશ્વર મહાદેવનાં દર્શન કરી..બીલીપત્રો..દૂધ..જળ.. ચઢાવી આબાલવૃદ્ધ સૌ ભાવિકો ધન્ય બન્યાં હતાં. આ અવસરે ગ્રામજનો દ્વારા ફળાહારની સુંદર સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં યુવાનો સહિત સૌએ સેવા આપી હતી.
લઘુરુદ્રના અંતે મહાઆરતી સાથે શિવ મંદિરે ભાવિકોએ ભાગ લઈને લઘુરુદ્રનું ભક્તિમય વાતાવરણમાં રામદેવ પૂ.હીરાદાદાના સાન્નિધ્યે સમાપન થયું હતુ. ગામના સૌ વડીલો..યુવાનોએ આયોજનમાં સાથ સહયોગ આપ્યો હતો.