વિરમગામના કે બી શાહ વિનયમંદિરમા ધોરણ 10 અને 12ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો
શુભેચ્છા સમારોહમા વિરમગામના પત્રકારોને શાળા પરીવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં
(વંદના નીલકંઠ વાસુકિયા -વિરમગામ દ્વારા) અમદાવાદ જીલ્લાના શ્રી કેળવણી મંડળ વિરમગામ સંચાલીત જાણીતી શૈક્ષણિક સંસ્થા કે બી શાહ વિનયમંદિરના ધોરણ 10 અને12 ના વિધાર્થીઓ નો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગામી બોર્ડની પરીક્ષામા વિદ્યાર્થીઓને સારા પરીણામ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શુભેચ્છા સમારોહમા વિરમગામના પત્રકારોને શાળા પરીવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શુભેચ્છા સમારોહ કાર્યક્રમમા કમીજલા ભાણ સાહેબની જગ્યાના મહંત પૂજ્ય જાનકીદાસ બાપુ, કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રશાંતભાઇ જોષી, વિરમગામ નગરપાલિકાના કાઉન્સીલર નિલેશભાઇ ચૌહાણ તથા દિપાબેન ઠક્કર, વિરમગામ શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઇ મુનસરા, શાળાના આચાર્ય અલ્કેશભાઇ દવે, તેજશભાઇ વજાણી સહિત વિધાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓને ભયમુક્ત બનીને બોર્ડની પરીક્ષા આપવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો અને સારૂ પરીણામ મેળવનારા તેજશ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.