બેંકના લોકરમાંથી દાગીનાની ચોરી થવાની ઘટનામાં પોલીસ ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે કાળુ નાણું નાથવા કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેના પરિણામે બેંકિંગ કાર્યવાહીમાં અસામાન્ય વધારો થયો છે અને બેંકોમાં સંખ્યાબંધ નવા ખાતા પણ ખુલી ગયા છે કેન્દ્ર સરકારની નીતિનો અમલ કરવામાં આવતા આજે ઓનલાઈન ટ્રેડીંગ પણ લોકો કરવા લાગ્યા છે
સાથે સાથે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાગરિકો ઘરમાં જાખમ નહી રાખવાના બદલે બેંકમાં લોકર ખોલાવી તેમાં દાગીના તથા કિંમતી દસ્તાવેજા રાખવા લાગ્યા છે પરંતુ બેંકના લોકરોમાં પણ તમારી કિંમતી વસ્તુ સલામત ન હોય તેવો એક બનાવ બન્યો છે. અગાઉ પણ લોકરોમાંથી ચીજવસ્તુઓ ચોરાયાની ફરિયાદો નોંધાયેલી છે
ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં સી.જી.રોડ પર આવેલી આઈડીબીઆઈ બેંકના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી થયાની ફરિયાદ પોલીસે નહી નોંધતા ભારે ઉહાપોહ મચ્યો હતો અને આખરે આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવતા નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. લોકરમાંથી દાગીના ગુમ થવાની ઘટનામાં બેંકના કર્મચારીની સંડોવણી હોવાનું સ્પષ્ટપણે મનાઈ રહયું છે જેના પગલે હવે પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
શહેરના સી.જી. રોડ ખાતે આવેલા આઈડીબીઆઈ બેંકમાં પર૦ નંબરના બે લોકર હોવાના કારણે વિવાદ સર્જાયો છે. એનઆરઆઈ મહિલાએ એક લોકર ન ખુલતા તોડાવ્યુ હતુ. જેમાંથી માતાજીનો ફોટોઅને રૂ.૧૦૧ જ નીકળ્યા હતા. તેથી માથાકૂટ થઈ હતી. ત્યારબાદ તે જ બેંકમાં બીજા માળે આવેલા પર૦ નંબરનું બીજુ એક લોકર કે જે અન્ય એક મહિલાનું હતુ તે લોકર પણ તોડાવતા તેમાંથી પણ કશું જ નીકળ્યુ નહીં.
જેથી બંન્ને લોકરોમાંથી ઘરેણા કોણ ચોરી ગયુ એ પ્રશ્ને બેંક કર્મચારી, લોકર માલિક અને પોલીસ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે બંન્ને લોકરની મહિલાઓ ફરીયાદ માટે નવરંગપુરા પોલીસ મથક ગયા હતા. પરંતુ ટ્રમ્પના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાના કારણે હાલ ફરીયાદ નોંધવા કોઈ તૈયાર નથી. અને પોલીસ ઠાગાઠૈયા કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
અમેરીકામાં રહેતા એનઆરઆઈ તૃપ્તીબેન રમેશચંદ્ર મહેતા થોડા સમય પહેલાં અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલ ઉસ્માનપુરામાં વર્ધમાન ટાવરમાં રહે છે. તૃપ્તીબેનનું સી જી રોડ ઉપર આવેલી આઈડીબીઆઈ બેંકમાં પર૦ નંબરનું લોકર છે. તે લોકર ખોલવા માટે તેઓ થોડા દિવસ પહેલાં ગયા હતા. પરંતુ લોકર ચાવીથી ખુલતું નહોતુ. જેથી તોડાવ્યુ હતુ. ત્યારે લોકરમાંથી રૂ.૧૦૧ અને માતાજી ફોટો મળ્યો હતો.
તેથી તૃપ્તીબેને લોકરમાં ર૬ લાખની કિંમતની ૮ કિલો ચાંદી, પ૦ તોલા સોનું અગુમ થયુ હોવાનુ જણાવ્યુ હતુ. બીજી તરફ બેંકમાં બીજા માળે પણ પર૦ નંબરનું લોકર બીજી મહિલાનું હતુ. આ મહિલાની પૃચ્છા કરવામાં આવતા તેણે જણાવ્યુ હતુ કે તેના લોકરમાં રૂ.૧૦૧ અને માતાજીનો ફોટો હતો.
તેથી જે લોકર તોડાવ્યુ તે આ મહિલાનું અને પર૦ નંબરનું અન્ય લોકર કે જે આ મહિલાનું છે તે સંભવતઃ તૃપ્તીબેનનું હશે એવી શંકા વચ્ચે એ લોકર ખોલવા પણ પ્રયાસ શરૂ કરાયા હતા. પરંતુ પર૦ નંબરનું બીજુ લોકર પણ ખુલ્યુ નહોતુ. તેથી પોલીસ, બેંક અધિકારી અને બંંન્ને મહિલાઓની હાજરીમાં એ લોકર વિડીયો રેકોર્ડીંગ સાથે તોડવામાં આવ્ય હતુ. જા કે તે લોકરમાંથી પણ કશું નીકળ્યુ નહીં.
બીજી તરફ, પર૦ નંબરનું જે બીજું લોકર તોડ્યુ, તે મહિલાએ તેમાંથી રપ તોલા દાગીના ગુમ થયા હોવાની રજુઆત કરી હતી. ત્યારબાદ બંન્ને મહિલાઓ ફરીયાદ કરવા નવરંગપુરા પહોંચી હતી. પરંતુ હાલ બંદોબસ્તમાં સ્ટાફ વ્યસ્ત હોવાનું કહીને પોલીસે ફરીયાદ લીધી નથી.