યુવતીઓનાં ફોટા મેળવી તેમનાં નામે ખોટા એકાઉન્ટ બનાવતાં સાયબર ક્રાઈમમાં FIR
અમદાવાદ: વિશ્વભરમાં સોશિયલ મીડિયાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે દરેક વયના લોકો સોશિયલ મીડિયા પર સતત સક્રિય જાવા મળતા હોય છે આ પરિસ્થિતિનો ગેરલાભ કેટલાક ગઠીયાઓ પણ ઉઠાવતા હોય છે જેના પરિણામે ઓનલાઈન છેતરપીંડીની સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ રહી છે .
જયારે આવારા તત્વો સોશિયલ મીડિયા થકી યુવતિઓ અને પરિણીતાઓને બદનામ કરવા માટે બોગસ એકાઉન્ટો ખોલી સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટો કરતા હોય છે કેટલાક શખ્સો ફોટા મોક કરીને સોશિયલ મીડિયા પર મુકી દેતા હોય છે સંખ્યાબંધ કિસ્સાઓમાં યુવતિઓ સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ કરતા અચકાતી હોય છે
પરંતુ કેટલીક યુવતિઓ હિંમત દાખવીને ફરિયાદ કરતા પોલીસ અધિકારીઓ આવી ઘટનાઓમાં સક્રિય રીતે તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરે છે આ પરિÂસ્થતિમાં અમદાવાદ શહેરની ક્રાઈમબ્રાંચમાં સાયબર સેલની અંદર બે યુવતિઓએ અજાણ્યા શખ્સો સામે આવી જ ફરિયાદો નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ઓનલાઈન છેતરપીંડી તથા સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટો કરી ધાર્મિક લાગણીઓ દુભાવવા ઉપરાંત યુવતિઓને બદનામ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે સાયબર સેલ સતત સક્રિય હોય છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવતી હોય છે જેના પરિણામે કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાતો હોય છે
અમદાવાદ શહેરમાં એક તરફી પ્રેમમાં તથા કેટલાક કિસ્સાઓમાં અંગત અદાવતમાં યુવતિઓ અને મહિલાઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટો કરવામાં આવતી હોય છે સાથે સાથે કેટલાક યુવકો સોશિયલ મીડિયા પર બોગસ નામનું એકાઉન્ટ ખોલીને આવી યુવતિઓને પરેશાન કરતા હોય છે. સાયબર સેલ દ્વારા આવા એકાઉન્ટો પર ખાસ નજર રાખવામાં આવે છે
આ દરમિયાનમાં અમદાવાદ શહેરની બે યુવતિઓને સોશિયલ મીડિયા પર કેટલાક શખ્સો પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ે બાપુનગરમાં રહેતી એકવીસ વર્ષીય યુવતીનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ હોવા છતા અજાણ્યા શખ્શે તેમનો ફોટો મેળવી અન્ય નામે એકાઉન્ટ બનાવી તેમના ફોટા તથા અન્ય યુવતીઓના ન્યુડ ફોટા મુકવા હતા જેની નીચે વિભત્સ લખાણ લખવામાં આવ્યુ છે જેની જાણ તેમના મિત્રોએ કરતા યુવતીએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોધાવી છે.
બીજા બનાવ બાપુનગર હાઉસીગના મકાનમાં રોતતી ઈએસઆઈસી મોર્ડન હોસ્પીટલની નર્સ સાથે બન્યો હતો પડોશમાં રહેતા યુવાને જેને અન્ય આઈડીમાં તેમનો ફોટો વાપર્યો હતો હોવાની જાણ કર્તા નર્સે તે આઈડી તપાસ્યુ હતુ જેમા પગલે ચાલીસ વર્ષીય નર્સે તાત્કાલીક સાયબર ક્રાઈમને આ અંગે જાણ કરી હતી.
જ્યારે એલીસબ્રીજ ખાતે રહેતાં એક વેપારીના પત્નીએ કેટલાંક દિવસ અગાઉ જ પોતાના સોશીયલ મિડીયામાં એકાઉન્ડમાં પતિ સાથે ફોટો મુક્યો હતો. જા કે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ ફોટો મેળવીને વેપારી સાથે તેમના મહીલા મિત્રને ફોટો મોર્ક કર્યો હતો અને અન્ય વેબસાઈટ ઉપર અપલોડ કર્યો આ અંગે વેપારીની પત્નીને જાણ થતાં પતિ તથા મહીલા મિત્ર સાથે ચર્ચા કરી ને છેવટે સાયબર ક્રાઈમમા ફરીયાદ નોધાવી છે સાયબર ક્રાઈમે વેબસાઈટને જાણ કરતા તાત્કાલીક ફોટો હટાવી દેવાયો હતો.