ઐતિહાસિક સ્થળોનું બાંધકામ- ખોદકામ કરતા મ્યુનિ.કોર્પોરેશનને રૂ.૧ લાખનો દંડ
નિયમોનો ભંગ કરતા કોર્પોરેશનને નોટીસ પાઠવતા અધિકારીઓ દોડતા થયા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની ગટર વ્યવસ્થા માટે જમીનમાં ખાડો ખોદી ડ્રેનેજ લાઈન પસાર કરે છે. તે નગરજનોના આરોગ્ય માટે જરૂરી છે. પરંતુ ઘણી વખત ડ્રેનેજ લાઈનો પસાર કરવા માટે ખાડો ખોદવામાં તે જમીન ઐતિહાસિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ન આવવી જાઈઅ તે ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન આ માટે શહેરના નગરજનો પાસે પાલન પણ કરાવે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ જાણે આ નિયમ તેમને લાગતો ન હોય તેમ ઐતિહાસિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાની અંદર પણ ખાડો ખોદવામાં એમ માનતા હોય છે કે આ કાયદો માત્રને માત્ર પ્રજા માટે જ છે. આ નિયમનો ભંગ કરનાર માટે દંડની રકમ ચુકવવી પડતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૭મી મે ના રોજ એએસઆઈ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને નોટીસ પાઠવી છે. ઐતિહાસિક સ્થળોની આસપાસ ૧૦૦ મીટરની અંદર કોઈપણ પણ પ્રકારનું બાંધકામ કે ખાડા ખોદી શકાય નહીં. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને તેનો ભંગ કર્યો છે. નોટીસમાં જણાવાયુ છે કે તાત્કાલિક ખોદકામ બંધ કરો તથા નિયમભંગ માટે રૂ.૧ લાખ દંડ અથવા ર વર્ષની જેલની સજા.
પાલડીના જાગૃત નાગરીકોએ કરેલ ફરીયાદના આધારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર પાલડી ઝોનના કમિશ્નરને પાઠવવામાં આવી છે. નાગરીકોની ફરીયાદમાં જણાવ્યુ છે કે ડ્રેનેજ પાઈપ લાઈન નાંખવા માટે થતું ખોદકામ મસ્જીદથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ છે. અને થતાં ખોદકામને કારણે આજુબાજુના મકાનોન ધૃજારી અનુભવી રહ્યા છે.
મે ની ર૩મી તારીખે એએસ આઈએ પાઠવેલ નોટીસના જવાબમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જણાવે છે કે જે ખોદકામ થઈ રહ્યુ છે, જ્યાંથી ડ્રેનેજ લાઈનો પસાર કરવાની છે તે માત્ર પ્રજાની પ્રાથમિક સુવિધાનો એક ભાગ જ છે. કોઈ નવું બાંધકામ કે નવું સ્ટ્રકચર ઉભુ કરવા માટે નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ તરફથી જ જવાબ મળ્યો છે એ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.નેશનલ મોન્યુમેન્ટ ઓથોરીટી તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ માન્ય રાખવી કે કેમ? એ માટે નિર્ણય લઈ શકી નથી.