યુવા નેતાએ મોડાસાથી કીડી સુધીના ખખડધજ રોડ પર પ્રવાસ કરવા મુખ્યમંત્રીને આમંત્રણ
ભિલોડા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના નવ નિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત થનાર ‘નમસ્તે ટ્રમ્પ’ ત્રણ કલાકના કાર્યક્રમમાં ૧૩૦ કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. ગુજરાતના વિકાસ મોડલ અને સમૃદ્ધ ગુજરાત બતાવવાના પ્રયત્નો વચ્ચે રાજ્યના અંતરિયાળ વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ માર્ગો ખખડધજ બનતા કેટલાક રોડ તો રોડ પર ખાડા કે ખાડામાં રોડ જેવા બની ગયા છે
ત્યારે ખેડૂત અગ્રણી યુવા નેતા ઘનશ્યામ ચૌધરી (મુખી) એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી મોડાસા થી કીડી સુધીના ૨૦ કિમી બિસ્માર રોડની હાલતથી વાહનચાલકો અને લોકો માટે માથાનો દુખાવારૂપી બનતા રોડની સમીક્ષા કરવા સ્કૂટી પર મુસાફરી કરી સમીક્ષા કરવા પત્ર લખી રોડનું સમારકામ નહિ થાય તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે રોડ પર રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી યુવા નેતાએ જણાવ્યું છે કે હાલ તો ટ્રમ્પ સાહેબના આગમનની પુરજોશમાં તૈયારીઓ ચાલતી આપ તેમજ આપની સરકાર અને તમામ અધિકારીઓ ખુબ વ્યસ્ત હશો . પરંતુ જ્યારે પણ આપ આ બધી કામગીરી તેમજ અન્ય સરકારી કાયૅક્રમોમાંથી થોડોક ટાઈમ કાઢી અને મારા આ આમંત્રણને સ્વીકારશો
છેલ્લા કેટલાય સમયથી કીડી થી મોડાસા અંદાજે ૨૦ કિંમી ના અવર – જવર માટેનો મુખ્ય માર્ગો છે તેની હાલત અંત્યત ગંભીર છે અંદાજે ૧૧ ગામોનો જોડતો મોડાસા જવાનો મુખ્ય માર્ગે જેમાં દિવસના અનેક નાના મોટા સાધનોની અવર – જવર છે આ રસ્તો બનાવવા માટેની માંગણી અનેક વખત કરવામાં આવી છે પરંતુ આ બાબતે સરકારને કોઈ રસ હોય એવું લાગતું નથી વર્ષો પહેલાં બનેલો આ રસ્તાની હાલત ખુબ ગંભીર છે કદાચ ખેતરમાં જવા માટેના નાળીયા પણ આનાં કરતાં ખુબ સારી અવસ્થામાં હશે.
મોડાસા થી કીડી સુધીનો રોડ બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી લોકમાંગ છે અને આ માંગ લઈ કેટલાક સ્થાનિક નેતાઓ અહીથી આ બાબતની રજુઆત લઈને આપણી સરકારની મંત્રીશ્રીને મળવા માટે આવેલા પરંતુ ત્યાં જ તે આગેવાનો સાથે છાજે નહી તેવું વર્તન કરી ઉડતો વ્યવહાર કરીને પહેલાં વિધાનસભાની સીટ ભાજપને જીતાડો પછી રસ્તાની વાત કરજો આવા જવાબ આપી ને આગેવાનોને તગેડી મુકવામાં આવ્યા હતા સરકાર સંવેદનશીલ હોવાની વાતો કરે છે સરકાર સહુનો સાથ સહુનો વિકાસની વાતો કરે છે તો શું અહીના લોકો તમારા રાજ્યના નથી માત્ર તમારા પક્ષની સીટો હૌય ત્યાં જ ગ્રાન્ટો આપવી અથવા ત્યાં નો જ વિકાસ સહુનો વિકાસ છે.
અરવલ્લી તેમજ ધનુસરા તથા આ ગામડાના વ્યક્તિઓ શું આ રાજ્યના નાગરિક નથી તમારી સરકાર માટે માત્ર વોટબેન્કની રાજનીતિ જ મહત્વની છે . એટલે આપને હું અહીથી કેટલીક રસ્તાની તસ્વીરો પણ મોકલી રહ્યો છું જે જોઈને એ જ નઈ સમજાય કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે ખેર આપને આ પત્રના માધ્યમથી મારી સાથે આ રસ્તા પર એકવાર સવારી કરવા માટે આમંત્રણ પાઠવું છું તેમજ ટૂંક સમયમાં જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લઈ રસ્તાની ફાળવણી નઈ કરે તો અમે તમામ ગામના લોકો કપડવંજ થી મોડાસા આવતા મુખ્ય હાઈવેને રોકીને ગાંધ્યી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.