નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ધનસુરાના વિદ્યાર્થીએ ૩ મેડલ મેળવ્યા
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલપુર( કીડી) ગામના ઝાલા સજ્જનસિંહ મૂંળસિંહ એ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦ માં ૩ બોન્જમેડલ મેળવ્યા છે. તેમણે આ સિધ્ધી હાસિલ કરી ગામ અને રાજય ની નામના વધારી છે તેમના પિતા મૂળસિંહ પરબતસિંહ ઝાલા જેવો પુંસરી હાઈસ્કૂલ માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને તેમની પણ વ્યાયામ શિક્ષક તરીકે આજુબાજુના વિસ્તારમાં લોકપ્રીયતા છે ઝાલા સજ્જનસિંહ એ જણાવ્યું હતું કે આ સિધ્ધી મેળવવા પાછળ મારા પિતા અને જનરલ સેક્રેટરી પ્રીતિ બારૈયા નો આભાર વ્યક્ત કરું છું જેમને મને માગૅદશૅન પૂરૂ પાડેલ આ સમાચાર થી આજુબાજુના વિસ્તારના લોકો ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.