ટ્રમ્પ અને મેલાનીયા જે હોટલમાં રોકાશે તેનું એક રાતનુ ભાડુ આઠ લાખ રૂપિયા
નવીદિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ છે ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે અને પછી દિલ્લી આવશે. દિલ્લીમાં ટ્રમ્પ અને મેલાનિયા ફાઈવ સ્ટાર હોટલના જે સ્યૂટમાં રોકાશે તેનુ એક રાતનુ ભાડુ જાણીને તમારા હોશ ઉડી જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલાનીયા આઈટીસી મૌર્યા હોટલમાં રોકાશે. હોટલના ચાણક્ય સ્યૂટમાં તે રહેશે. આ સ્યૂટનુ એક રાતનુ ભાડુ આઠ લાખ રૂપિયા છે. ચાણક્ય સ્યૂટ ૪,૬૦૦ સ્કવેટ ફીટમાં ફેલાયેલુ છે. ટ્રમ્પના દિલ્લી દર્શન પહેલા સુરક્ષા અધિકારી રાજધાનીને કિલ્લામાં ફેરવવામાં લાગ્યા છે. ચાણક્ય સ્યૂટ દેશના અમુક ખાસ આલિશાન સ્યૂટમાંનુ એક છે. ટ્રમ્પ આ ભવ્ય પ્રેસિડેંશિયલ સ્યૂટમાં રોકાનાર ચોથા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેમની બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબ્લ્યુ બુશ(જુનિયર) જ્યારે ભારત આવ્યા હતા તો આ સ્યૂટમાં રોકાયા હતા.
આ સ્યૂટનુ ઈન્ટીરિયર ઘણુ શાનદાર છે. સિલ્કના પડદાથી ઢંકાયેલુ ચાણક્ય ઘાટા રંગની વુડ ફ્લોરિંગવાળુ છે અને દિવાલો પર સુંદર કલાકારી કરવામાં આવી છે. સ્યુટમાં એક રિસેપ્શન એરિયા, એક મોટો લિવિંગ રૂમ, એક સ્ટડી અ પીકાક થીમ પર આધારિત ૧૨ લોકોની ક્ષમતા ધરાવતો પ્રાઈવેટ ડાઈનિંગ રૂમ છે. મોતીઓથી સજાવેલુ બાથરૂમ, મિની સ્પા અને એક જિમ પણ આ સ્યુટમાં છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીની સેવામાં એક બટલર હંમેશા ખડેપગે રહેશે.
અમેરિકી ફર્સ્ટ કપલનો તેમનો એક પ્રાઈવેટ શેફ આપવામાં આવશે. આ શેફ કોઈ પણ સમયે બંનેને મનગમતી ડિશ મિનિટોમાં હાજર કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ૨૪ ફેબ્રુઆરીએ લગભગ ૧૨ વાગે અમદાવાદમાં લેન્ડ કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૨૪ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ મેગા ઈવેન્ટનુ આયોજન થવાનુ છે. સૂત્રોની માનીએ તો હવે ટ્રમ્પ બસ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પહેલા તેમને સાબરમતી આશ્રમ જવાનુ હતુ પરંતુ હવે તેમનો સાબરમતી જવોનો કાર્યક્રમ રદ થઈ શકે છે.
મેલાનિયા ૨૫ ફેબ્રુઆરીએ દિલ્લીની સરકારી સ્કૂલોમાં જશે. મેલાનયા ટ્રમ્પ સ્કૂલોમાં ચાલતી હેપ્પીનેસને અટેન્ડ કરશે. તે લગભગ ૧ કલાક સુધી રોકાશે. આ ક્લાસીઝમાં છાત્રોને બતાવવામાં આવે છે કે કેવી રીતે એકબીજા સાથે શાંતિ અને સૌહાર્દ સાથે રહી શકીએ છીએ. આ પાઠ્યક્રમને બે વર્ષ પહેલા ડેપ્યુટી સીએમ સિસોદિયા તરફથી લાવવામાં આવ્યો હતો. આનો હેતુ છાત્રોનો તણાવ ઘટાડવાનો હતો. ૪૦ મિનિટની આ ક્લાસમાં યોગ અને ધ્યાન ઉપરાંત આરામ કરવાની અને થોડી આઉટડોર એક્ટિવિટીઝ પણ શામેલ કરવામાં આવે છે.