વાડદ ગામે રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ,અહમદવાદના સયુંકત ઉપક્રમે સમૂહ શાદીનું આયોજન કરાયું
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના વાડદ ગામ મુસ્લિમ બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જ્યાં રહેતા મુસ્લિમ સમાજના લોકોમાં લગ્ન પ્રસંગે ફેલાયેલ સામાજિક દુષણસમાં કુરિવાજોને દૂર કરવાના આશયે ગામની એન.જી.ઓ રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ અને ઘી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ,અહમદવાદ દ્વારા તા:- ૨૩-૦૨-૨૦૨૦ના રવિવારના રોજ સરસ્વતી હાઈસ્કૂલ વાડદના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો.
|
જેમાં કુલ ૨૧ જોડાઓએ ભાગ લીધો હતો.જેઓને સંસ્થા દ્વારા કુલ ૫૭ ચીજવસ્તુઓ ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી. જે સમારંભના ઉપાધ્યક્ષ જનાબ અફઝલભાઈ મેમણ(મેનેજિંગ ટ્રસ્ટી, ધી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ, અહમદવાદ) તથા સમારંભના મુખ્ય મહેમાન જનાબ ગ્યાસુદ્દીન શેખ, (અહમદવાદ), મલેક હાજી ઈમરાનમિયાં જફરૂલ્લામિયાં (ડિરેક્ટર- ધી ખેડા જિલ્લા મ.સ.બેક), જનાબ મહંમદ શફી ગુજરાતી (જનરલ સેક્રેટરી- જમીયતે ઉલમાએ હિન્દ, આણંદ), જનાબ સમીર શેખ (મેનેજિંગ ટ્રસ્ટી- અજુમન એજ્યુકેશન. બાલાસિનોર), માલસિંહભાઈ રાઠોડ(માજી પ્રમુખ-ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ), જનાબ નશરુદ્દીન જીતસિંગ રાઠોડ (ડાયરેકટર- ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન, ગુજરાત સ્ટેટ) તથા
આ સમૂહ શાદીને સફળ બનાવવામાં પોતાનો જી અને જાન લગાવનાર ટ્રસ્ટના પ્રમુખ શેખ સલીમ અહેમદ એસ તથા ઉપપ્રમુખ શેખ અલીમહમહ એ. તથા આશીક ભાઈ માસ્ટર, સાદિક ભાઈ માસ્ટર, તથા બીજા ગામના આગેવાનો, ગ્રામજનોએ હાજરી અને સહકાર આપી આ સમુહ લગ્નને સફળ બનાવ્યો હતો.