એરપોર્ટ પર આજે નો ફ્લાય ઝોન નહીં : રૂટિન કામગીરી
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદ પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે નો ફ્લાય ઝોન રહેશે નહીં. જે વિમાનો નિયમિતરીતે ઉંડાણ ભરે છે તેમની ઉંડાણ જારી રહેશે. અલબત્ત યાત્રીઓને આવતીકાલે અમદાવાદ વિમાની મથક પર ત્રણ કલાક પહેલા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
સાથે સાથે યાત્રીઓને પોતાના અસલી ઓળખપત્ર અને ટિકિટ રાખવા માટે કહેવામાં આવ્યું છે. જા યાત્રી પાસે અસલી ઓળખપત્ર રહેશે નહીં તો તેમને જવા દેવાશે નહીં. વિમાનમાં સફર કરનાર ટિકિટ મોબાઇલવાળી ટિકિટ માન્ય રહેશે નહીં. અમદાવાદ વિમાની મથકના વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ ટ્રમ્પના આગમનને લઇને કોઇ નો ફ્લાય ઝોન રહેશે નહીં. વિમાનો નિયમિતરીતે ઉંડાણો ભરશે. જા કે, ટ્રમ્પના આગમનના સમયે અન્ય વિમાનોના ઉતરાણ થશે નહીં. એરપોર્ટ પર સોમવારે જ્યારે ટ્રમ્પ પહોંચશે ત્યારે કોઇ અન્ય વિમાનને ઉતારવાની મંજુરી આપવામાં આવશે નહીં. થોડાક દિવસ પહેલા એવી ચર્ચા હતી કે, ટ્રમ્પ પહોંચશે ત્યારે અમદાવાદ વિમાની મથકે નો ફ્લાય ઝોન રહેશે પરંતુ હવે આવા અહેવાલને રદિયો મળી ગયો છે.
અમદાવાદ એરપોર્ટ સંકુલમાં સુરક્ષા કર્મી મોરચા સંભાળી ચુક્યા છે. અમેરિકી પ્રમુખ અને મોદીના રોડ શોનું નેતૃત્વ વિજય રૂપાણી કરનાર છે. રૂપાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ટ્રમ્પ ગુજરાતની ધરતી પર પહોંચીને ભારત યાત્રાની શરૂઆત કરી રહ્યા છે જે ગુજરાત માટે ગર્વની બાબત છે. અમેરિકા જેવા દેશના અધ્યક્ષ દિલ્હીના બદલે અમદાવાદ પહોંચી રહ્યા છે
જે ગુજરાતના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. ઐતિહાસિક રોડ શો યોજાશે. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીનું લાખો લોકો સ્વાગત કરશે. મજબૂત મિત્રતાના પણ આનાથી સંકેતો મળી રહ્યા છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં મોદી અને ટ્રમ્પના બેનરો લાગી ગયા છે. ગાંધી આશ્રમ, મોટેરા સ્ટેડિયમ તરફ દોરી જતા રસ્તા પર મોટા પોસ્ટરો, હો‹ડગ્સ અને બેનરો લાગી ગયા છે. બંને રાષ્ટ્રઅધ્યક્ષના કટઆઉટ પણ લાગી ગયા છે.