ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરમગામ ખાતે એન્યુઅલ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા
(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ જાણીતી શૈક્ષણીક સંસ્થા ઇન્ડિયન પબ્લિક સ્કુલ (આઇપીએસ સ્કુલ) ખાતે એન્યુઅલ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. આઇપીએસ સ્કુલ ખાતે શનિવારે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યાં હતાં,
જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત વાલીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને આઇપીએસ શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એન્યુઅલ ડે સેલિબ્રેશનમા જવાહર નવોદય વિદ્યાલયના રશ્મિ દિક્ષીત, મનોજસિંગ, ભરત રાવત ઉપસ્થિત રહ્યા હતા.

એન્યુઅલ ડે સેલિબ્રેશન કાર્યક્રમને આમંત્રણ મહેમાનો ઉપરાંત નગરજનોએ ઉપસ્થિત રહીને માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએસ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ સંકુલની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્પોર્ટસ માટેની વિદ્યાર્થીઓને રેગ્યુલર ટ્રેનીંગ આપવામાં આવે છે. આ ઉપરાંત કરાટેની વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પોતાની ઋચી પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિઓની તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. એન્યુઅલ ડે સેલિબ્રેશનને સફળ બનાવવા માટે આશિષભાઇ શેઠ સહીત સંચાલક, આચાર્ય, શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.