Western Times News

Gujarati News

ઇતિહાસમાં અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ પણ સામેલ થયું

એલએન્ડટી દ્વારા મોટેરાનું સ્ટેડિયમ નિર્માણ કરાયું છે
અમદાવાદ, અમદાવાદનું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એવું મોટેરાનું સ્ટેડિયમ જે આજે નમસ્તે ટ્રમ્પ અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેવું આ ઐતિહાસિક, અદ્‌ભુત અને તમામ સાધનસુવિધાઓથી યુકત મોટેરા સ્ટેડિયમનું નિર્માણ જાણીતી લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીએ કર્યું છે. આ સ્ટેડિયમ  ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પનું યજમાન બન્યું હતું.

આ પ્રસંગે દર્શકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં વિવિધ ક્ષેત્રોનાં દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતાં, ત્યારે એલએન્ડટીની સિÂધ્ધમાં પણ વધુ એક મોરપીંછ ઉમેરાયું હતું. એલએન્ડટીની કન્સ્ટ્રક્શન કંપની એલએન્ડટી કન્સ્ટ્રક્શનની અંદર બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ બિઝનેસ વર્ટિકલ દ્વારા નિર્મિત આ સ્ટેડિયમનાં નિર્માણમાં ચાર વર્ષ લાગ્યા છે.

આ સ્ટેડિયમનાં નિર્માણ પૂર્વે અગાઉનાં સ્ટેડિયમને જમીનદોસ્ત કરવાની કામગીરી પણ સામેલ હતી. દરમ્યાન મોટેરા સ્ટેડિયમની આ ઐતિહાસિક સિÂધ્ધ વિશે એલએન્ડટીના સીઇઓ અને મેનજિંગ ડાયરેક્ટર શ્રી એસ એન સુબ્રહમન્યને જણાવ્યું કે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ દેશનાં ક્રિકેટપ્રેમીઓને શ્રેષ્ઠ ભેટ છે.

દેશનાં નિર્માણમાં સક્રિયપણે પ્રદાન કરતી કંપની તરીકે અમે સૌથી મોટા અને સૌથી ઊંચા, સૌથી સ્માર્ટ અને અદ્યતન કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનાં વ્યવસાયમાં સંકળાયેલા છીએ. તાજેતરમાં મોટેરા સ્ટેડિયમનાં પ્રોજેક્ટની ગણતરી અમારાં સૌથી પડકારજનક પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટ તરીકે થાય છે. અમને ખુશી છે કે, અમે અમારા ક્લાયન્ટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટની ડિલિવરી કરી છે. આ એસોસીએશને મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા દરમિયાન અમને હંમેશા સાથ સહકાર આપ્યો છે.

તો, એલએન્ડટીનાં હોલ-ટાઇમ ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (બિલ્ડિંગ્સ, મિનરલ્સ એન્ડ મેટલ્સ) શ્રી એમ.વી.સતીશે જણાવ્યું કે, ઇજનેરીની દ્રષ્ટિએ આ અમારા સૌથી પડકારજનક પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેમાં ૯,૦૦૦થી વધારે પ્રીકાસ્ટ એલીમેન્ટ ઊભા કરવાની કામગીરી સંકળાયેલી છે.

એમાંથી કેટલાંક એલીમેન્ટ ૨૮૫ એમટી જેટલું સૌથી વધુ વજન ધરાવતા હતા પરંતુ એલએન્ડટી પડકારજનક પ્રોજેક્ટ હાથ ધરવાની ક્ષમતા ધરાવે છે અને આ પ્રોજેક્ટ એ જ ભાવના સાથે હાથ ધરવામાં આવ્યો હતો. અમે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જેના પર મને ગર્વ છે. આ પ્રોજેક્ટ ભારત માટે ગર્વ સમાન છે, જેમાં ટીમવર્ક સંકળાયેલું છે. વળી એમાં ૨૦ મિલિયનથી વધારે સલામત માનવીય કલાકોની કામગીરી સંકળાયેલી છે, જે સલામતીનો ઉત્કૃષ્ટ રેકોર્ડ પણ છે.

મોટેરા સ્ટેડિયમ વિવિધ વિશિષ્ટ પાસાં ધરાવે છે, જે પૈકીનું એક પાસું એ છે કે, સ્ટેડિયમમાં દરેક સીટ પરથી મેદાન પર ચાલતી રમત કોઈ પણ પ્રકારનાં વિક્ષેપ વિના જોઈ શકાય છે, જેનાથી ક્રિકેટનો રોમાંચ અને એની મજા અનેકગણી વધી જાય છે. મોટેરા સ્ટેડિયમની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ આર્કિટેક્ટ પોપ્યુલસે બનાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.