વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને ૫૦ તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ
વલસાડ: જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં ૧૦ થી ૧૨ જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી ૫૦ તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
વલસાડના બોદલાઈ ગામે કણબી પરિવારને બંધક બનાવી ૧૦ થી ૧૫ જેટલા લૂંટારુંઓએ લૂંટ ચલાવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ અમેરિકાથી વલસાડ સ્થાયી થયેલ ૭૫ વર્ષીય રમણભાઈ ગોવિંદભાઇ પટેલ, તથા રૂક્ષ્મણીબેન રમણ ભાઈ પટેલ તેમના ઘરે આરામ કરતા હતા. દરમિયાન બહાર સુતેલ ૭૦ વર્ષીય મજૂર ગુલાબભાઈ રણછોડભાઈ પટેલને બંધક બનાવી લૂંટારુઓએ ઘરના માલિક અને ઘરની ચાવી બાબતે પૂછી બંધક બનાવ્યા હતા. સમગ્ર ઘટનામાં રૂક્ષ્મણી બહેન પટેલ દ્વારા ઘરનો દરવાજો ખોલતા તમામ લૂંટારુઓ ઘરમાં ઘુસીને લૂંટ ચલાવી હતી.
ઘરના તમામ સમાનને વેરવિખેર કરી સોના અને રોકડ રકમ સહીત તમામ વસ્તુઓની લૂંટ કરી લાકડા અને અન્ય હથિયાર સાથે આવેલા ૧૦ થી ૧૫ ઈસમોએ વૃધ્ધોને ધમકાવી માત્ર બે કલાકમાં જ ૫ લાખ રોકડા, ડોલર અને ૫૦ તોલા સોનુ લઈ ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ વલસાડ એલસીબી એસ.ઓ.જી ડીવાયએસપી રૂરલ પોલીસ, ડોગ સ્કોડ તેમજ જીલ્લા પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી