સીટીએમમાં સશસ્ત્ર ટોળાનો આંતક
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રૂપિયાની લેવડદેવડમાં સશસ્ત્ર ટોળાએ એક ઓફિસમાં ઘુસી જઈ તોડફોડ કરવા ઉપરાંત એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જાવા મળતો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે જેના પરિણામે મારામારી તથા હુમલાના બનાવો વધી ગયા છે ગઈકાલે રાત્રે પણ આવો જ એક બનાવ બન્યો હતો જેના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં એકસપ્રેસ હાઈવેના છેડા પર આવેલા સીલ્વર કોમ્પલેક્ષ પાસે રૂપિયાની લેવડદેવડમાં મારામારીનો બનાવ બન્યો હતો હથિયારો સાથે કેટલાક શખ્સો ધસી આવ્યા હતા અને ઉભેલા એક યુવક પર હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો
આ ઉપરાંત સશસ્ત્ર ટોળાએ એક ઓફિસમાં પણ હુમલો કર્યો હતો અને ઓફિસમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી એકસપ્રેસ હાઈવેના કારણે આ વિસ્તારમાં રાતભર ભારે ચહલપહલ જાવા મળતી હોય છે પરંતુ ગઈકાલ રાત્રે સશસ્ત્ર ટોળાના આંતકના પગલે ભારે હંગામી મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલીક સ્થળપર આવી પહોંચ્યા હતા જાકે પોલીસ આવે તે પહેલા જ સશસ્ત્ર ટોળુ નાસી છુટયુ હતું બીજીબાજુ અત્યંત ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.