રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રમ્પનુ સ્વાગત : બેઠકોનો દોર જારી

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. ત્યારબાદ વધુ વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં કોવિન્દ અને નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ અને તેમના પÂત્ન મેલેનિયાનુ સ્વાગત કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં શાહી સન્માન મેળવી લીધા બાદ ટ્રમ્પ પરિવારના સભ્યો રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમના માટે સ્વાગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્વાગત કાર્યક્રમમાં ટ્રમ્પની પુત્રી ઇવાંકા અને જમાઇ જેરેડ કુશનર પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા ગઇકાલે સોમવારના દિવસે સવારે શરૂ થઇ હતી. પરિવારની સાથે પહોંચી ગયા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા ત્રણ મિનિટ પહેલા પહોંચી ગયા હતા. એરફોર્સ વનના વિમાન મારફતે તેઓ અમદાવાદ વિમાનીમથક ખાતે પહોંચી ગયા હતા.
વોશિગ્ટન ડીસીથી સીધી રીતે તેઓ અહીં પહોંચ્યા હતા. ૧૫-૧૬ હજાર કિલોમીટરની યાત્રા કરીને ટ્રમ્પ અહીં પહોંચી ગયા છે.અમદાવાદમાં પહોંચી ગયા બાદ તેમના તમામ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, આશ્રમની મુલાકાત બાદ આગરા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મોડેથી બેઠક શરૂ થઇ હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી રહી છે.