Western Times News

Gujarati News

બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓ આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખે

Files Photo

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૫મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ જયારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જયારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય.

વિદ્યાર્થીઓ જયારે આપણે પરીક્ષા આપવા જઇએ ત્યારે શકય હોય તો બૂટ-મોજાં ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઇએ કે જેથી પગને અકળામણ ન થાય, પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયાર બંધ કરી દઇએ અને પરીક્ષાના કોઇપણ વિચારો ન કરીએ, અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઇએ. પેપર આપવા જઇએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઇને જઇએ પણ મોબાઇલ સાથે ન લઇ જવો, બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઇ જવુ, પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું જોઈએ.

જયારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓ.એમ.આર.સીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતાહોયતેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું, ઓ.એમ.આર.સીટમાં વાદળી/કાળીબોલ પેનનો  ઉપયોગ કરવો, ઓ.એમ.આર.સીટને વાળવી નહીં, ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.  જયારે ભાગ-રમાં પાઠય પુસ્તક આધારિત જવાબ લખવા, નવા પ્રશ્નની શરૂઆત નવા પાનેથી કરવી, એક આખો વિભાગ નવા પાનેથી શરૂ કરવો, વાંચી શકાય

તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી, વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છુટા પાડીને લખવા, એક જ બ્લુરંગની શાહીથી લખવું, જેલ પેનનો ઉપયોગ ટાળવો, ઓળખાણ છતી થાય તેવા ચિહનો ટાળવા. બેન્ચ હલતી હોય તો સુપરવાઇઝરને જાણ કરવી, ઓ.એમ.આર.સી.ટમાં ઇશ્વર કે અન્ય કોઇ દેવી દેવતાનું નામ કે કોઇ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

જયારે વાલીઓએ પોતાનું બાળક પરીક્ષા કેન્દ્રે પરીક્ષા આપવા જાય ત્યારે રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી લીધી છે કે કેમ તેની કાળજી રાખવી, બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં, જે શાળામાં પોતાનું બાળક પરીક્ષા આપવા જતો હોય તે શાળાનો   ફોન નંબર, પરીક્ષા કંટ્રોલરૂમનો નંબર, પોલીસ તેમજ ફેમીલી ડૉકટરના નંબર હાથવગાં રાખવા, વિદ્યાર્થીને કોઇ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો તેની અગાઉથી વ્યવસ્થા કરી લેવી તેમજ જયારે બાળક પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે પેપર કેવું ગયું ? કેટલા ગુણ આવશે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.