બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા સિલાઈકામનો 30 દિવસીય તાલીમવર્ગ યોજાયો
ગોધરા: બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન(RSETI) દ્વારા તા.18/01/2020થી તા. 16/02/2020 દરમિયાન બહેનો માટે સિલાઈકામના 30 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. સિલાઈકામનો આ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 33 બહેનોને બેંન્ક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર (પંચમહાલ રીજીયન) શ્રી ડી.આર.શર્માના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું હતું કે ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી બહેનો પગભેર થાયે અને તેમને સ્વરોજગારી માટે કોઈક માધ્યમ મળે તે હેતુસર સંસ્થા દ્વારા આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને સ્વરોજગારી અંગે અને તે માટે જરૂરી નાણાંકીય સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક શ્રી આર.આર.અડે સંસ્થા દ્વારા અપાતી 60 જેટલી વિનામૂલ્યે અપાતી તાલીમો બાબતે માહિતી આપી હતી. તાલીમ આપનારા પ્રશિક્ષક સુશ્રી પૂર્વીબહેન શાહે જણાવ્યું હતું કે એક મહિનાનો આ તાલીમ વર્ગ બહેનોને સિલાઈકામની મદદથી રોજગારી મેળવવા સક્ષમ બનાવે છે. આ વર્ગમાં સિલાઈકામની પ્રાથમિક તાલીમથી ડ્રેસ, બ્લાઉઝ સહિતના વસ્ત્રોની સિલાઈ અંગે સઘન તાલીમ આપવામાં છે. આ તાલીમમાં જોડાવા માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાન ખાતેથી ફોર્મ મેળવી વિગતો ભરીને પરત કરવાનું હોય છે.