Western Times News

Gujarati News

એર ઇન્ડિયાએ વિશ્વની ટોચની પાંચ સૌથી ઓન-ટાઇમ ગ્લોબલ એરલાઇન્સમાં સ્થાન મેળવ્યું

  • સિરિયમના જૂન 2026 ઓન-ટાઇમ પર્ફોર્મન્સ રિપોર્ટમાં વિશ્વભરમાં ચોથો ક્રમ મેળવ્યો

 ગુરૂગ્રામ10 જુલાઇ2026: એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમે જૂન 2026માં એર ઇન્ડિયાને વિશ્વની ચોથી સૌથી ઓન-ટાઇન એરલાઇનનો દરજ્જો આપ્યો છે. આ એરલાઇનની ઓપરેશનલ વિશ્વસનીયતા અને શેડ્યુલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાને દર્શાવે છે.

સિરિયમના જૂન 2026ના ઓન-ટાઇમ પર્ફોર્મન્સ રિપોર્ટ મૂજબ એર ઇન્ડિયાએ મહિનામાં ટ્રેક કરાયેલી 15,135 ફ્લાઇટ્સમાં 86.85 ટકા ઓન-ટાઇમ અરાઇવલ રેટ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ ઉપરાંત એરલાઇને 86.23 ટકાનો ઓન-ટાઇમ ડિપાર્ચર રેટ તથા 99.7 ટકા કમ્પલીશન ફેક્ટર પણ પોસ્ટ કર્યું છે, જેનો મતલબ લગભગ તમામ શેડ્યુલ્ડ ફ્લાઇટ્સ પ્લાન મૂજબ સંચાલિત થઇ હતી.

આ રેન્કિંગ એર ઇન્ડિયાની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કામગીરીમાં સંચાલકીય કાર્યક્ષમતા, સુધારેલા નેટવર્ક પ્લાનિંગ અને વધુ સારા અમલીકરણમાં નોંધપાત્ર રોકાણ સૂચવે છે.

ભારતના સૌથી બે મોટા એરપોર્ટ દિલ્હી અને મુંબઇ દ્વારા મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્શન દ્વારા કાર્યરત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક કરિયર તરીકે એર ઇન્ડિયા ઘણી સંચાલકીય જટિલતાઓને મેનેજ કરે છે. આ વ્યસ્ત એરપોર્ટ ઉપર ભીડ અને એર ટ્રાફિક કંટ્રોલના નિયંત્રણોથી એરલાઇનની કામગીરી પ્રભાવિત થઇ શકે છે, જે ઘણીવાર સમગ્ર નેટવર્ક ઉપર અસર પેદા કરે છે.

સમયની સાથે એર ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે શેડ્યુલની વિશ્વસનીયતા વધારવા તથા વધુ સારો ટ્રાવેલ એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે વિવિધ પગલાં ભર્યાં છે. તેમાં ડિપાર્ચરની સમયસર ડિલિવરીમાં સુધારો, એરક્રાફ્ટ ટર્નઅરાઉન્ડ પ્રોસેસને સરળ કરવી, રિયલ-ટાઇમ નેટવર્ક મોનિટરિંગમાં સુધારો કરવા તથા સમગ્ર એરલાઇનમાં ઝડપી ઓપરેશનલ નિર્ણયો લેવા વગેરે સામેલ છે.

એરલાઇન્સે મજબૂત આકસ્મિક આયોજન, સારા ક્રોસ-ફંક્શનલ કો-ઓર્ડિનેશન અને હવામાનની પરિસ્થિતિ, એરસ્પેસ નિયંત્રણો, એરપોર્ટ ઉપર ગીચતા અથવા ટેક્નિકલ સમસ્યાઓ જેવી પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી ઓપરેશન ફ્લેક્સિબિલિટી જાળવા સંબંધિત કામગીરીઓ ઉપર પણ ધ્યાન આપ્યું છે. આ પ્રયાસોથી સમસ્યાઓ ઘટાડવા, નેટવર્ક સ્ટેબિલિટીને સપોર્ટ કરવા તેમજ એ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે કે ગ્રાહકો વધુ વિશ્વાસ સાથે તેમના ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકે.

એર ઇન્ડિયાની સંચાલકીય કાર્યક્ષમતામાં સુધારાની સાથે-સાથે બીજા પરિવર્તનકારી પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યાં છે, જેમાં ફ્લીટના આધુનિકીકરણ, ગ્રાહક અનુભવમાં વધારો, ડિજિટલ ઇનોવેશન તથા તેના સતત વિકસતા હબ-એન્ડ-સ્પોક નેટવર્ક દ્વારા વૈશ્વિક કનેક્ટિવિટિને મજબૂત કરવા વગેરે સામેલ છે.

આધુનિકીકરણના પ્રયાસો

ઓર ઇન્ડિયા ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે વિશ્વના સૌથી મોટા ફ્લીટ રિન્યૂએલ પ્રોગ્રામ પૈકીનો એક હાથ ધરી રહી છે, જેમાં 600 નવા એરબસ અને બોઇંગ વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્તમાન ફ્લીટને પણ આધુનિક બનાવ્યું છે. એરલાઇને છેલ્લા છ મહિનામાં ત્રણ નવા બોઇંગ 787-9 એરક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેમાં વધારાના બોઇંગ 787-9 અને એરબસ A350-1000 વર્ષ 2026ના અંતમાં ફ્ટીલમાં જોડાશે.

આજ પ્રકારે એર ઇન્ડિયા તેના લેગસી વાઇડબોડી ફ્લીટના રેટ્રોફિટ સાથે પ્રગતિ કરી રહી છે. તેના 26 લેગસી બોઇંગ 787-8 એરક્રાફ્ટમાંથી બે કે જેમાં સંપૂર્ણપણે રિફ્રેશ કરાયેલા ઇન્ટિરિયર્સ છે, તે પહેલાથી જ સર્વિસમાં પાછા ફર્યા છે જ્યારે કે ત્રણ વધુ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં અપગ્રેડ હેઠળ છે.

વર્ષ 2026ના અંત સુધીમાં એર ઇન્ડિયાના 50 ટકાથી વધુ વાઇડબોડી ફ્ટીલમાં નવા અથવા અપગ્રેડેડ ઇન્ટિરિયર્સ હોવાની અપેક્ષા છે, જે એરલાઇનના લાંબા અંતરના નેટવર્કમાં ગ્રાહક અનુભવમાં નોંધપાત્ર વધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.