મુંબઇમાં વરસાદ કારણે મહિલાએ ડોંબિવલી સ્ટેશન પર જ બાળકને જન્મ આપ્યો
મુંબઈ, મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે, ત્યારે એક મહિલાએ ડોમ્બીવલી સ્ટેશન પર એક બાળકને જન્મ આપ્યો હતો જ્યારે તે મોટી ભીડમાં અટવાઇ ગઈ હતી. તેણી ખાંડવલીથી મુંબઇ સી.એસ.ટી. જઈ રહી હતી. જ્યાં તેને ડિલિવરી માટે કામા હોસ્પિટલમાં દાખલ કરવાની હતી. જો કે, તેણી પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈ રહી હતી, ત્યારે તેણીએ દુખાવો ઉપડ્યો હતો.
નજીકની મહિલાઓએ સીઆરપીએફ મહિલાઓની મદદ માંગી હતી, અને તેણીને તાત્કાલિક સહાય આપવામાં આવી હતી. સ્ટેશન પરના 1 રૂપિયાના ક્લિનિકના ડોકટરો અને નર્સે તાત્કાલીક તેણીને સારવાર આપી હતી અને તેણીએ પ્લેટફોર્મ પર એક છોકરાને જન્મ આપ્યો હતો. ડો. અક્ષય અને તેમની ટીમે તાત્કાલીક માતા અને તેના પુત્રની ટ્રીટમેન્ટ કરી હતી.
ડિલિવરી પછી માતા અને પુત્રને તેમના પતિ અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કર્મચારીઓ સાથે આગળની સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય સારા છે. મહિલાને જાસ્મિન શબ્બીર શેખ તરીકે ઓળખવામાં આવી છે. સમયસર સહાય આપવા માટે પરિવારએ રેલવે સત્તાવાળાઓ, ડોકટરો અને અન્ય સ્ટાફનો આભાર માન્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેલવે દ્વારા 1 રૂપિયામાં સારવાર મળે તે માટે 14 જેટલા મુંબઈના સ્ટેશનોને સિલેક્ટ કરાયા છે. જેમાં માત્ર 1 રૂપિયામાં સામાન્ય સારવાર થાય છે તેમજ બીપી નિશુલ્ક ચેક કરી આપવામાં આવે છે. *****