એડવાન્સ ટેક્ષનો છેલ્લો હપ્તો ૧પ માર્ચ સુધી ન ભરાય તો ખાતા ફ્રીઝ કરાશે
અમદાવાદ: આવક વેરા વિભાગ ટાર્ગેટ પૂરો કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે કરદાતાઓ ટેક્ષની ડીમાન્ડ કરતી નોટીસનો જવાબ આપતા નથી તેમની મિલકતો શોધી તેને ટાંચમાં લેવામાં આવશે. આ ઉપરાંત તેમના બેંક ખાતાઓ ફ્રીજ કરી દેવાની કામગીરી પણ શરૂ કરી દેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. તા.૧પમી માર્ચ ર૦ર૦ પહેલાં એડવાન્સ ટેક્ષનો છેલ્લો હપ્તો ભરવાનો હોવાથી કરદાતાઓ હાલ સીએની ઓફિસમાં ધક્કાફેરા ખાઈ રહ્યા છે.
કેન્દ્ર સરકાર એક બાજુ કેશલેશ સિસ્ટમ દાખલ કરી રહ્યુ છે તો બીજી તરફ આઈટીના અધિકારીઓ નોટીસો ફટકારીને દસ્તાવેજા મંગાવી રહ્યા છે. જેના કારણે કરદાતાઓમાં ભારે રોષ છે. ડીસેમ્બર મહિનામાં સ્ક્રુટીની એસેસમેન્ટ પૂર્ણ કર્યા બાદ માર્ચ સુધીમાં ટેક્ષની રીકવરી કરવાની હોવાથી મિલકતો ટાંચમાં લેવાની કામગીરી અને બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની કામગીરી કરી દેવાઈ છે.
ટાર્ગેટ પૂરો કરવા કોર્પોરેટ સેક્ટરની મોટી કંપનીઓ ઉપરાંત મોટા કરદાતાઓને વધુમાં વધુ ટેક્ષ ભરવા માટે અપીલ કરાઈ રહી છે. જેથી ટાર્ગેટ નજીક પહોંચી શકાય. મંદીના માહોલ વચ્ચે ટેક્ષની રીકવરી પર મોટી અસર પડી રહી છે. છેલ્લા સાત મહિનાથી મંદીના કારણે વેપાર ધંધા પર અસર પડી છે જેની અસર ટેક્ષમાં દેખાશે.