મહાલક્ષ્મીઃ લુંટારૂએ મોબાઈલની ચીલઝડપ કરી
અમદાવાદ: શહેરનાં પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાંથી યુવાન પસાર થતો હતો એ વખતે પીછો કરતા લુંટારા તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝુટવીને ભાગ્યા હતા આ ઘટના બાદ યુવાન બુમાબુમ કરી તસ્કરોનો પીછો કર્યો હતો સમગ્ર ઘટના દરમિયાન પોલીસની પીસીઆર વાન નજીકમા જ હોઈ તેમણે પણ લુટારાઓનો પીછો કરતા મોબાઈલ ફોન સાથે તેમને ઝડપી લેવાયા હતા અને પોલીસની મદદથી યુવક પોતાનો ફોન ગણતરીના સમયમાં જ પરત મેળવી શક્યો હતો.
ધૈર્ય ભરતભાઈ શાહ પાલડી મહાલક્ષ્મી ખાતે રહે છે અને ખાનગી ટેલીકોમ કંપનીનો સ્ટોર ધરાવી વેપાર કરે છે મંગળવારે રાત્રે ધૈર્યભાઈ પોતાના ઘરેથી જમ્યા બાદ આટો મારવા નીકળ્યા હતા આઠેક વાગ્યાના સુમારે તે મહાલક્ષ્મી ચાર રસ્તાની પરીમલ અન્ડરબ્રિજ જતા હતા એ સમયે મ્યુની. માર્કેટ નજીક એક એકટીવા ઉપર આવેલા બે શખ્શો તેમનો મોબાઈલ ફોન ઝુટવીને સુવિધા ચાર રસ્તા તરફ ભાગ્યા હતા અચાનક બનેલી ઘટનાની સ્તબ્ધ ધૈર્યભાઈએ બુમાબુમ કરીને લુટારૂઓ પીછો કર્યો હતો જેથી નજીકના જ રહેલી પીસીઆર વાન તેમની મદદે દોડી આવી હતી અને ભાગી રહેલાં લુટારૂઓને આતરીને ઝડપી લેવાયા હતા.
પ્રાથમિક પુછપરછમા બંનેના નામ આબીદ ભશીર અહેમદ (૨૧) રહે બાવા ગોરનુ ડેલુ રીલીફ રોડ અને મુસ્તફા ઈકબાલ બાદશાહ ૧૯ બાવા ગોરનુ ડેલુ રીલીફ રોડ બહાર આવ્યા છે પોલીસે બંનેને ધરપકડ કરીને ધૈર્યબાઈને તેમનો ફોન પરત અપાવ્યો હતો જ્યારે લુટારૂ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.