તમે ઝડપથી અમેરિકામાં સ્થાયી થવા માગો છો? તો ઈ-2 વિઝા એપ્લાય કરો
છેલ્લા થોડા વર્ષથી એચ1બી (H1B) વિઝા પર મુકાયેલા પ્રતિબંધો અને એલ1 (L1) વિઝા માટે રિજેક્શનનુ પ્રમાણ વધી રહ્યુ છે. અમેરિકામાં સ્થાયી થવા ઈચ્છુક લોકો ઈબી-5 (EB-5) ઈન્વેસ્ટર વિઝાનો વિકલ્પ અપનાવી રહ્યા છે. આ કેટેગરી અંતર્ગત અમેરિકામાં નવા બિઝનેસમાં 5,00,000 યુએસ ડોલરનુ રોકાણ કરવુ પડે છે. તેમજ ઓછામાં ઓછા 10 અમેરિકન માટે રોજગારનુ સર્જન કરવુ પડે છે. ત્યારબાદ તમે પરિવારજનો સાથે અમેરિકામાં સ્થળાંતર કરી શકો છો. જો કે, 21 નવેમ્બર, 2019થી આ કેટેગરીમાં રોકાણની રકમ વધારી 9,00,000 યુએસ ડોલર કરી છે. પરિણામે અમેરિકા સ્થાયી થવાનો પ્રચલિત માર્ગ પણ ઘણા લોકોની પહોંચ બહારનો બન્યો છે.
ન્યુયોર્ક સ્થિત લો ફર્મ ડેવિસ અને એસોસિએટ્સ (Davies & Associates)ના ચેરમેન માર્ક ડેવિસ જણાવે છે કે, ઈ-2 (E-2) વિઝા અમેરિકા સાથે સંધિ ધરાવતા દેશોના નાગરીકો માટે જ ઉપલબ્ધ છે. જેમાં ભારત સામેલ નથી. જે ભારતીય અન્ય દેશનુ નાગરીકત્વ ધરાવતા હોય તેઓ આ વિઝા માટે અરજી કરી શકે છે. અમે અમારા ગ્રાહકોને ઈ-2 (E-2) સંધિ ધરાવતા દેશો જેમ કે ગ્રેનેડામાં નાગરીકત્વ અપાવવા મદદ કરીએ છીએ.
https://workpermit.com/news/us-e2-visa-grenada-citizenship-investment-program-20170803
આ પરિસ્થિતિ વચ્ચે ઈ-2 (E-2) વિઝા અમેરિકામાં સ્થળાંતરિત થવા માટેનો વ્યવહારિક વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. આ અંગે માહિતી આપતાં મુંબઈ સ્થિત ઈમિગ્રેશન એડવાઈઝર Acquest Advisorsના સીઈઓ પરેશ કારિયા જણાવે છે કે, ઈ-2 (E-2) વિઝા બિઝનેસ વિઝાનો જ એક પ્રકાર છે.
જેમાં તમારે અમેરિકાં નવા અથવા કોઈપણ બિઝનેસમાં રોકાણ કરવાનુ રહેશે. તેમજ ત્યાં સ્થાયી થઈને કામ કરવાનુ રહેશે. જેમાં ઈબી-5 (EB-5)ની જેમ રોકાણની કોઈ મર્યાદા નથી. તેમજ મોટાપાયે રોજગાર સર્જન કરવાની જરૂર પણ પડતી નથી. વધુમાં ઉમેર્યુ છે કે, ઈબી-5 (EB-5)ની તુલનાએ આ વિઝાની પ્રોસેસ વધુ સરળ અને ઝડપી છે. જેમાં તમે એક વર્ષમાં જ અમેરિકામાં સ્થાયી થઈ શકો છો.
નીચેની લીંક પર વધુ માહિતી મેળવો.
https://www.immi-usa.com/e2-visa-requirements-for-investors/
ગ્રેનેડા અમેરિકા સાથે ઈ-2 (E-2) સંધિ (Grenada & USA treaty for Visa) ધરાવતો દેશ છે. જ્યાં અરજદારને તેની પત્નિ અને બાળકો સાથે વિઝા સરળતાથી આપવામાં આવે છે. તેમજ તેને રિન્યુ પણ કરી શકાય છે. ગ્રેનેડામાં સરકારની મંજૂરી હેઠળના પ્રોજેક્ટમાં રોકાણ કરી નાગિકત્વ હાંસિલ કરી શકાય છે. કેરેબિયનના ટોચના ડેવલપર્સ રેન્જ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર મોહમ્મદ અસારિયાએ આ અંગે જણાવ્યુ હતું.