Western Times News

Gujarati News

સોશિયલ ડ્રામા ફિલ્મ માટે આલિયાની પસંદગી થઈ

File Photo

મુંબઇ, આલિયા ભટ્ટ હાલમાં જારદારરીતે સક્રિય થયેલી છે. તેની પાસે એક પછી એક ફિલ્મો હાથમાં આવી રહી છે. ઇરફાન ખાન અભિનિત હિન્દી મિડિયમનું નિર્દેશન કર્યા બાદ સાકેત ચૌધરી હવે અન્ય સોશિયલ ડ્રામા ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આમા વિશેષ સંદેશો રહેનાર છે. સાજિદ નડિયાદવાલા નિર્દેશિત અને નિર્મિત આ ફિલ્મ વિશેષ સ્ટોરી સાથે આવનાર છે. સાકેતે અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે, સમય મય પર કેટલીક વિગતો જાહેર કરવામાં આવનાર છે.

હવે એવું જાણવા મળ્યું છે કે, લીડ રોલ અદા કરવા માટે આલિયા ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા લોકોએ માહિતી આપતા કહ્યું છે કે, આ પટકથા ઇન્ડિયન હાર્ટલેન્ડ ઉપર આધારિત રહેશે. સાકેત સામાજિક ડ્રામા ફિલ્મ માટે કામ કરી રહ્યા છે. શૂટિંગ માટેના સ્થળોને લઇને રેકિંગ પ્રક્રિયા ચાલી રહી છે. શૂટિંગ સ્થળોની પસંદગી કરવામાં આવ્યા બાદ ફિલ્મ માટેનું શૂટિંગ શરૂ થશે. લોકેશનને લઇને હાલમાં માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. પ્રોજેક્ટનું નામ પણ રાખવામાંઆવ્યું નથી પરંતુ સાજિદ સાથે આલિયા ભટ્ટ ચોથી ફિલ્મ કરી રહી છે.

ઇમ્તિયાઝ અલીના નિર્દેશન હેઠળ ૨૦૧૪માં હાઈવે બાદ ચોથી વખત કામ કરવા જઈ રહી છે. હાઈવે ફિલ્મને લઇને આલિયા ભટ્ટને પ્રથમ ફિલ્મ ફેર ક્રિટિક્સ એવોર્ડ મળ્યા હતા. અભિષેક વર્માની ટુ સ્ટેટ ફિલ્મમાં પણ તે ચમકી હતી. હવે કલંક નામની ફિલ્મમાં પણ દેખાઈ છે. આ વર્ષે અભિનેત્રી ચાર પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જેમાં સંજય લીલાભણશાલીની ગંગુબાઈ, રાજા મૌલીની આરઆરઆર અને કરણ જાહર તખ્ત ફિલ્મનો સમાવેશ થાય છે. આ ચાર પ્રોજેક્ટ વહેલીતકે પૂર્ણ થઇ ગયા બાદ ફિલ્મ પ્રોજેક્ટ સાથે સંબંધિત બાબતો આગળ વધનાર છે. આલિયા ભટ્ટ સોશિયલ ડ્રામા ફિલ્મને લઇને આશાવાદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.