સૌ મમ્મીને યાદ કરે છે: પપ્પાની ક્વોલિટી ક્યારેય કોઈએ જોઈ નથી
પપ્પા ક્યારેય હારે નહી, કારણ કે તો જાણે છે કે જો હું હારી જઈશ તો મારા સંતાનો પણ એ જ શીખશે: આગળ વધવા બાપના જેવુ જીવન જીવતા શીખો |
સંબંધના આટાપાટાઃ (67) ઃ વસંત મહેતા
આપણને ઠોકર વાગે કે પછી કંઈક પણ થાય તો આપણે તુરત જ ‘ઓ મા’ કે ઓ ‘મમ્મી’ જેવી ચીસ આપણાં મોંઢામાંથી નીકળે છે પણ ક્યારેક ‘ઓ બાપ રે’ એમ કહ્યુ હશે ! પપ્પા વઢે તો પણ મમ્મી જ વચ્ચે પડે અને આપણને બચાવી લેતી હોય છે. આમ આપણે નાનપણથી મોટા થયા તો પણ દરેક વ્યક્તિ મમ્મીને જ યાદ કરતા હોય છે પણ પપ્પાની કવોલિટી તમે કે મેં કોઈએ ક્યારેય જાઈ નથી.
ગમે તેવી સારી કે નબળી સ્થિતિ હોય તો પણ પોતાના દીકરાને ક્યારેય ઓછપ આવવા દીધી નથી. મેં કે તમે ક્યારેય બાપને ટેન્શન નહીં હોય એવુ બને જ નહી પણ તે ક્યારેય તમને એ ટેન્શન દેખાવા જ નથી દેતા. બાપ એ ઘરનો રાજા છે અને રાજા માટે એક શરત છે તે જયારે પોતાના ઘરમાં પગ મૂકે ત્યારે ટેન્શનમાં ન હોય શકે !
આપણે સૌ દરેક વાતમાં હમેંશા મમ્મી જ યાદ આવે છે પણ જે કામ મમ્મીને આટલુ આટલુ મહત્વ આપીએ છીએ તે કામ પણ હકીકતમાં તો પપ્પા જ કરે છે અને આમ છતાં આપણને લાગી કોની વાતનું આવે છે ? કોની વાતથી આપણે મૂડ બગડી જાય છે તો દરેક વ્યક્તિ પપ્પાનું જ નામ લેશે.
કોઈપણ વાતમાં પપ્પા આપણને વઢે એટલે મોં ચઢાવી લેવાનું કે, પછી ઘરની બહાર ચાલ્યા જવાનું અને તેમની સાથે બોલવાનું બંધ કરી દેવાનુ તેમજ ઘણીવાર પપ્પા વધુ બોલી ગયા હોય તો ઘર છોડીને ચાલ્યા (ભાગી) જવાનું કે પછી આપઘાત કરવાનો માર્ગ અપનાવી લેવાનો. પાછળવાળાનું જે થવું હોય તે થાય … આપણું શું ? મનમાં ગુસ્સો આવે એટલે પપ્પાએ આવુ કીધુ જ કેમ ? તેમને ના પાડી જ શા માટે ? ભલે હવે તેમને પણ ખબર પડે કે દિકરો શું ચીજ છે ? આમ કરીને આત્મહત્યા તરફ વળીએ છીએ.
આવુ તો આજકાલ બધી જ જગ્યાએ બધાંના ઘરમાં ચાલે છે પણ હું તમને આજે એ કહેવા જઈ રહયો છુ, કે “બાપ ભી કભી બેટા હોતા હૈ” અને ‘બેટા ભી કભી બાપ બનને વાલા હૈ’ આપ સહુ વાચક મિત્રો એ માર્ક કરજા કે તમે જે ઉંમરમાંથી પસાર થઈ રહયા છો એ ઉંમર પછી તમે પણ કયારેક સંતાનના પિતા બનવાના છો અને એ વખતે કદાચ તમે પણ એ જ કરશો જે તમારા પિતાજી આજે કરે છે અને એનું કારણ એ જ છે કે આ સાચુ છે તમે ક્યારેય એ વિચારતા કે તે માણસ તમને જે પણ કહે છે એ બધુ તમારી ભલાઈ માટે છે અને તેનુ ગુસ્સે થવુ પણ વાજબી છે કારણ કે ડર હોવો જાઈએ અને એ ડર તમને ઘણાં પ્રકારના ખોટા કામ કરતા અટકાવી દેવાનો છે.
સંતાનોની સ્પીડ લીમીટ બાંધવાનું કામ પપ્પા છે. તોફાની છોકરાઓની ગાડી ધીમી પાડનાર સ્પીડ બ્રેકર પપ્પા છે તમારા દરેક શોખ તે પોતાની જાત ઘસીને પૂરા કરી શકે છે પણ તેમણે એ વાતનું પણ ધ્યાન રાખવાનુ છે કે જા તમારી લાયકાત કરતાં તમને વધારે મળી જશે તો તમે બગડી જશો. દરેક બાપની ઈચ્છા હોય છે કે તેના સંતાનોને દરેક સુખ મળે, જે તેમને નથી મળ્યુ અને એટલે જ રાત્રે ઓવરટાઈમ કરવાનો (વારો) સમય આવે ત્યારે એ કરવામાં તેમને તમારી ખુશી કરતાં વધારે બીજુ કંઈ જ દેખાતુ નથી.
રાતના ઉજાગરા કરતાં બાપના ચહેરા ઉપર બીજા દિવસે થાક નથી હોતો તેનુ કારણ પણ તમે જ છો !
તમે તમારા પપ્પાને પોતાના માટે કોઈ વસ્તુ ખરીદતા જાયા છે ? પપ્પા શા માટે નથી લેતા એનો તમે કયારેય વિચાર સુધ્ધા કર્યો છે ખરો ? એ ધારે તો લ ઈશકે તેમ છે, પણ એમણે તમારો વિચાર કર્યો તે તમને પોતાના ગણે છે તેમના માટ બીજુ કંઈક નથી.
તમે તમારા પપ્પાને ઘેર આવે ત્યારે ટેન્શન કે પછી ડિપ્રેશનમાં નહી જાયા હોય ! બાપને ક્યારેય ટેન્શન નહીં હોય અવુ બને ખરૂ ? પણ તે ક્યારેય તમને ટેન્શન દેખાવા જ નથી દેતા.
પપ્પા પાસે દિવાળીમાં ફટાકડા, મીઠાઈ કે નવા કપડાં ખરીદવા માટે ભલે પૈસા નહીં હોય પણ એ વ્યવસ્થા કરી લેતા. કારણ કે બીજા બધાની આગળ મારા દિકરાને ઓછુ ન લાગે ! દરેક બાપને માટે તેના સંતાનો જ હંમેશા પ્રાયોરિટી રહેવાના છે અને સંતાનોએ પણ એ સમજવાની જરૂર છે.
જો જીવનમાં તમારે આગળ વધવુ હોય તો કે પછી જીવવુ હોય તો તમારા બાપ જેવુ જીવન જીવતા શીખો. બાપને હજારો ટેન્શન હશે તો પણ કહેશે, બેટા ચિંતા ના કરતો સહુ સારાવાના થશે. કારણ કે એ માણસ માટે તમે જ સર્વસ્વ છો અને તમારી ખુશીથી વધારે તેના માટે કશું જ નથી. બાપ કયારેય દુઃખી ન થઈ શકે, થાકે નહી અને હારે પણ નહી કારણ કે તેને ખબર છે કે જા હું હારી જઈશ તો મારા સંતાનો પણ એ જ કરતાં શીખશે અને એટલે જ તેને જાનારા પોતાના દિકરાઓ માટે તે તૂટવાનું પણ ટાળે છે.