દિલ્હીમાં સ્ફોટક સ્થિતિ : મૃત્યુઆંક ૨૩
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં જારી હિંસાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં સુધારવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનના મામલે થયેલી હિંસામાં મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા ૩૦૦થી પણ ઉપર પહોંચી છે.અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રખાઈ હોવા છતાં હિંસાનો દોર જારી રહ્યો છે.
પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. સિલમપુરમાં આજે પણ ધરણાપ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ધરપકડ અને એફઆઈઆર નોંધવાનો સિલસિલો જારી છે.
આજે બીજા ચાર મૃતદેહ મળી આવ્યા છે. આની સાથે જ મોતનો આંકડો ૨૩ ઉપર પહોંચી ગયો છે. મૃતકોમાં એક આઆઈબીના કર્મચારી પણ છે. આ પહેલા દિલ્હી પોલીસે પોતાના કોન્સ્ટેબલને ગુમાવ્યા હતા. આઈબીના કર્મચારી અંકિતનો મૃતદેહ હિંસાગ્રસ્ત ચાંદબાગમાં મળ્યો છે. અંકિત લાપત્તા થયા બાદ આની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ઘાયલ થયેલા ૩૦૦થી પણ વધુ લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં કઠોર નિયંત્રણો, સંચારબંધી, કલમ ૧૪૪ હોવા છતાં હિંસાનો દોર જારી રહ્યો છે.
દિલ્હીના જુદા જુદા ભાગોમાં હિંસાના કારણે મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. સીએએને લઇને જારી હિંસાના મામલે એફઆઇઆર દાખલ કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ધરપકડનો દોર જારી રહ્યો છે. દરમિયાન હિંસાગ્રસ્ત તમામ વિસ્તારોમાં સ્થિતી ખુબ જ વિસ્ફોટક બનેલી છે. જીટીપી હોસ્પિટલના પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે હોÂસ્પટલમાં લાવવામાં આવેલા ૨૩ લોકોના મોત થયા છે. ઘાયલ પૈકી કેટલાક ગંભીર છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ છે કે સેનાને હવે બોલાવવામાં આવે તે જરૂરી છે. પોલીસથીસ્થિતી કાબુમાં આવી રહી નથી. ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્વોની સામે કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે. દિલ્હીને ધ્યાનમાં લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને સીઆરપીએફની ૧૦ કંપનીઓએ તૈનાત કરવામાં આવી રહી છે. બે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સની પણ ગોઠવી દેવામાં આવી છે. શનિવાર અને રવિવારના દિવસે હિંસા થયા બાદ સોમવારે સ્થિતી એકાએક વણસી ગઇ હતી.મંગળવારના દિવસે પણ હિસાં જારી રહી હતી.
આજે બુધવારના દિવસે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સઘન સુરક્ષા વચ્ચે સ્થિતી વિસ્ફોટક રહી હતી. સીએએના વિરોધમાં અને સમર્થનમાં રહેલા લોકો આમને સામને આવી ગયા હતા. બંને તરફથી જારદાર સામ સામે પથ્થરમારો થયો હતો. ગોળીબાર પણ થયો હતો. સીએએ વિરોધી ટીમમાંથી નિકળેલા એક યુવાને સમર્થન ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. ગોળીબાર કરનાર લોકો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ પોલીસે કહ્યુ છે કે શાહરૂખ ખાન નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.
આજે સતત ત્રીજા દિવસે હિંસા જારી રહી છે. મૌજપુર, કબીરનગર અને જાફરાબાદમાં હિંસા જારી છે. મૌજપુરમાં તો સવારમાં જ પથ્થરમારાની ઘટનાઓ શરૂ થઇ ગઇ હતી. કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. દિલ્હીના કરાવલનગરમાં સવારમાં પથ્થરમારાની ઘટના બની હતી.