શ્રી કૃષ્ણ-સુદામાની કથાનું આધ્યાત્મિક રહસ્ય
શ્રીકૃષ્ણની અનન્ય લીલાઓમાં સુદામાનો પ્રસંગ પોતાની એક અનોખી ભાત પાડે છે. પોતાની સાથે અભ્યાસ કરનાર સુદામાને દ્રરિદ્ર, દીન-દશામાં જાઈને ભગવાનના હૃદયમાં કરૂણ રસનો જે પ્રવાહ વહ્યો,દયાનો જેદરીયો હિલોળે ચઢયો તે ભગવાન કૃષ્ણચંદ્રના રહસ્યમય ચરીત્રમાં ભકતો માટે પરમ પાવન વસ્તુ છે. દુઃખી આત્માઓને શાંતિ આપનારી તે અતિઅનુપમ કથા છે.
સુદામા અત્યંત ગરીબ બ્રાહ્મણ હતા. બાળપણમાં તેઓ ગુરુની પાસે વિધાભ્યાસ માટે ગયા હતા, જયાં શ્રીકૃષ્ણ મોટાભાઈ બલારામજી સાથે ભણતા હતા. બંનેએ ગુરુજીની ભારે સેવા કરી. ગુરુપત્નીની આજ્ઞાથી એકવાર સુદામા કૃષ્ણચંદ્રનીસાથે જંગલમાં લાકડાં કાપવા ગયાં. જંગલમાં વર્ષાનું તાંડવ શરૂ થયું અને સર્વત્ર અંધકાર છવાઈ ગયો. અંધારી રાત્રીમાં અટવાઈ ગયા અને રસ્તો જડયો નહી. પ્રાતઃકાળમાં દયાળુ સાંદીપની ગુરુ એમને શોધતા જંગલમાં આવ્યા અને એમને આશ્રમમાં લઈ ગયા.
બ્રહ્મચર્ચાશ્રમ પુરો થતા સુદામાએ એક સતી બ્રાહ્મણકન્યા સાથે લગ્ન કર્યા સુદામાની પત્ની પતીવ્રતા અને અનુપ સાધ્વી હતી. એને પતીની ગરીબી સિવાય અન્ય કોઈ ચિંતા નહતી. તે જાણતી હતી કે ભગવાન શ્રીકૃષ્ણ એના પતીના જુના મીત્ર છે. એટલે એ સુદામાને વારંવાર કહ્યા કરતી હતી કે, એકવાર દ્વારિકા જાઓ અને એમને તમારું દુઃખ કહો. ભગવાન દયાના સાગર છે. તે આપણું દુઃખ અવશ્ય દૂર કરશે. સુદામાજી વિચારતા હતા કે, મારા લલાટ પણ ગરીબી લખાયેલી છે, તે શી રીતે દૂર કરી શકાય ? પણ આખરેસાધ્વી પત્નીની સાચા હૃદયની પ્રાર્થના ફળી અનેતે દ્વારિકા જવા તૈયાર થયા.
સુદામાની પત્ની ભેટ આપવા માટે અહી તહીથી થોડા તાંદુલ ચોખા માગી લાવી અને તાંદુલનીપોટલી બગલમાં દબાવીને સુદામા દ્વારીકા જવા નીકળ્યા. આશ્ચર્યની વાત તો એ બની કે, આ સંકલ્પની સાથે જ સુદામાજી ક્ષણવારમાં દ્વારકાના પાદરે આવી પહોચ્યા. પુછતાં પુછતાં ભગવાનના દ્વારે પહોચ્યા. દ્વારપાળને પોતાનો પરીચય આપ્યો.ભગવાનના દરબારમાં ભલા દીનદુઃખીને કોણ રોકી શકે ? દ્વારપાળે શ્રીકૃષ્ણને સુદામાના આગમનની નીચેના શબ્દોમાં સુચના આપી.
ધોતી ફટી સી, સાથે લટી સી, બાહ ખડો એક અભિરામ.
પુછત દીન-દયાલ કો ધામ, બતાવત અપનો નામ સુદામા.
ભગવાને પોતાના જુના મિત્રને ઓળખી લીધો. દોડીને આવ્યા અને મહેલમાં તેડી ગયા. પછી સુદામાને પુછયુંઃ
કહે બેહાલ હુયો, કંટક જાલ લગે પગ ચુએ.
હાય! સખે તુમ પાયે મહાદુઃખ, ઈતને હી દિન કિત ખોયે અને પછી…
પાની પરાત (કથરોટ) કો છૂયા હી નહી, નેનન કે જલ સે પગ ધોયે.
રત્નજડિત સિંહાસન પર બેસાડયા, હાથ-પગ ધોયા, વિધાર્થીજીવનમાં સ્મરણો કહ્યાંઅને ભાભીએ પ્રેમથી મોકલાવેલ તાંદુલની એક મુઠ્ઠી મુખમાં મુકી અને બીજી મુઠ્ઠી ભરતી રૂકમણીએ એમને રોકયા. સુદામા થોડા દિવસ રોકાયા અને પાછા ફર્યા,ત્યારે રસ્તામાંચાલતાં મનમાં ને મનમાં શ્રીકૃષ્ણની કૃપણતાનો વિચાર કરીને ખીજાતા રહયા. ઘરે પહોચ્યા ત્યારેઝૂંપડીને સ્થાને વિશાળ પ્રસાદ જાયો, ત્યારે ભગવાનની દાનશીલતા અને ભકતવત્સલતા જાઈને અવાક બની ગયા. ઘણા દિવસ સુખપૂર્વક પોતાની સાધ્વી પત્ની સાથે રહીને અંતે ભગવાનના ચિરંતન સુખમયલોકમાં ચાલ્યા ગયા. ટુંકમાં, સુદામાની કથા કંઈક આવી છે. આ કથાની પાછળ રહેલું આધ્યાત્મિક રહસ્ય સૌ કોઈએ જાણવા જેવું છે.
સુદામા કોણ ? એની પત્નીકોણ છે ? એ શું છે ? સુદામા દ્વારિકાના પાદરે એકદમ શી રીતે પહોચી ગયો ? જાઉડો વિચાર કરવામાં આવે તો સુદામાની આ કથામાં એક આધ્યાત્મિક રૂપક જણાશે. ભકત અને ભગવાનના પરસ્પર મેળાપની એક મધુર વાર્તા જણાશે.
‘દામન’ શબ્દનો અર્થ થાય છે. દોરડી, બાંધવા માટેની દોરડી. દોરડીથી સારી રીતે બાંધવામાં આવેલો પુરુષ એટલે ‘સુદામા’. અર્થાત, બુદ્ધજીવ. એવો જીવ જે સાંસરીક માયાપાશમાં એવો બંધાયેલો છે, જે પોતાના મુળ સ્વરૂપને ભુલી ગયો છે.
જીવ પણ આત્મતત્વને પ્રકાશીત કરનારજ્ઞાનની સાથે હોવાને લીધે એ જગદાધાર પરબ્રહ્મના ચિરંતન મિત્ર છે, સખા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા. જ્ઞાનનો આશ્રય જયાં સુધી જીવને પ્રાપ્ત છે, ત્યાં સુધી તે પોતાના મુળ રૂપમાં છે. તે શ્રી કૃષ્ણનો પરબ્રહ્મનો મિત્ર બનેલો છે. પરંતુ જયાં બંનેનો ગુરુકુલવાસ છુટી જાય છે, ત્યાંથીવિયોગ શરૂ થાય છે. જીવ સંસારી બની જાય છે. તે માયાનાં બધનોમાં જકડાઈને સુદામા બની જાય છે. તે પોતાના મિત્ર એવા પરમાત્માને ભુલી જાય છે.
સુદામાની પત્ની એ જીવની સાત્વીની બુદ્ધિ છે. સાત્વીકી બુદ્ધિ જીવને વારંવાર એના સાચા મિત્ર પરમાત્માની સ્મૃતિ અપાવ્યા કરે છે. જીવ સંસારમાં પડીનેપોતાના સાચા રૂપને ભુલી જાય છે. ત્યારે, કેવળ સત્વમયી બુદ્ધિ જ જીવને એના મુળ સ્થાનની પાસે જવાની પ્રેરણા આપ્યા કરે છે. જેથી જીવ પોતાના ચિરંતન મિત્ર પરબ્રહ્મની સન્નિધિ પ્રાપ્ત કરીને સમસ્ત બંધનોને તોડીને પરમાત્માને મળી શકે. સુદામા સદા પોતાના ફૂટેલા ભાગ્યને રડયા કરે છે અને જીવ પણ ભાગ્યનો દોષ કાઢીને કોઈને કોઈ પ્રકારે પોતાને સંતુષ્ટ કરતો રહે છે.
તાંદુલ-ચોખાનો રંગ સફેદ છે. તે અહી-તહીંથી એકત્ર કરેલા છે. આ તાંદુલ એસંચીત કરેલું પુણ્ય છે. સાત્વીકી બુદ્ધિ હોય તો જ પુણ્ય એકઠું કરી શકે. જીવ જયારે જગદીશને મળવા જતો હોય ત્યારે એને કશીક ભેટ આપવી જાઈએ. એ ભેટ પણ કેવી ? સુકર્મોની ભેટ, પુણ્યની પોટલી સુકર્મો જ સુદામાજીના તાંદુલ છે. જીવ જયાંસુધી ઉદાસીન રહે છે, અકર્મણ્ય બનીને રહે છે, ત્યાં સુધી દ્વારકા એનાથી હજારો ગાઉ દૂર રહે છે. આત્માથી પરમાત્મા દુર રહે છે, પરંતુ જીવ જયારે પુણ્યની પોટલી બગલમાં દબાવી, સુબુદ્ધિની પ્રેરણાથી,સાચા ભાવથી પરમાત્માની શોધમાં ચાલી નીકળે છે. ત્યારે દ્વારીકા એની નજર સામે જ દેખાય છે. ભલા, એ ભગવાન-પરમાત્મા આત્માથી થોડો દૂર રહે છે? દુર તો એ ત્યારે છે, જયારે ભકતમાંસાચી લગની ન હોય.ફ પરંતુ જા આપણે સાચા સ્નેહથીઆપણા અન્નતરાત્માનો શુદ્ધ બનાવીએ અને પરમાત્માની શોધમાંનીકળીએ તો તે શું દૂર છે ? માથું ઉચું કરીને એ આપણને દેખાય. હૃદયરૂપી અરીસામાં જ એ છુપાયેલો છે.
આત્મા અને પરમાત્માને જુની મિત્રાચારી છે. જીવ તો ભગવાનનો જ અંશ છે. એ તો એની સાથેસદા વિહાર કરનારો છે. સુદામા તાંદુલ આપતાં સંકોચ અનુભવે છે, તેમ જ જીવ પણ ઐશ્વર્યવાળા જગદીશ આગળ પોતાનાં સુકર્મો રજુ કરતાં સંકોચ અનુભવે છે. પણ ભગવચ્ચરણમાં અર્પિત થોડાં સુકર્મનોં પણ મહત્વ છે. એનો થોડો અંશ પામીને પરમાત્મા ભકતજનના મનોરથ પૂર્ણ્ કરવા શકિતમાન છે. શ્રીકૃષ્ણ તો સુદામાને ત્રૌલોકયનું આધિપત્ય આપવા તૈયાર થઈ જાય છે, પણ રૂકિમણીરૂપી ભગવાનની ઐશ્વર્યશકિત તેમને રોકે છે. બાકી પરમાત્મા તો આત્માને પોતાના જેવો જ બનાવી દેવા માગતા હોય છે.
સુદામાની માફક જીવ પણ થોડો સમય સંશયમાં રહે છે. સુદામાની ઝૂંપડી એસુદામાનું શરીર છે. પરમાત્માનીકૃપા થતાં એ શરીરમાં રહેલાં આત્મા પરમાત્વરૂપનો પામતાં, મોટા પ્રસાદની માફક ઝળહળી ઉઠયો. સાત્વીકી બુદ્ધિરૂપીપત્ની પણ રાજી થઈ. જીવની જન્મોજન્મની મલીનતા દુર થઈ ગઈ અને હવે તે પોતાની સુબુદ્ધિ સાથેસુખથી રહેશે. આપણે પણ સુદામા બનવું જોઈએ.સંચીત સુકર્મોને સાથેલઈને સાચા ભાવથી પરમાત્મા પાસે જઈશું, તો આત્મા અને પરમાત્માનો સંયોગ જરૂર થશે.