એર ઈન્ડિયા માટે બીડ સુપ્રત કરવા માટે મહેતલ ૧૭મી માર્ચ કરાય તેવી વકી
નવી દિલ્હી: મોદી સરકારે એર ઈન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલને ૧૭મી માર્ચ સુધી લંબાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. એર ઈન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલ ૧૭મી માર્ચ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. સરકારે પહેલાથી જ બીડરો માટે મહેતલને વધારી દીધી છે. છઠ્ઠી માર્ચના બદલે આ તારીખ ૧૧મી ફેબ્રુઆરી અગાઉ કરવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબએરઈન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી ખરીદવા માટે સરકાર બીડ રજૂ કરવા માટેની તારીખ ૧૭મી માર્ચ કરી શકે છે. નવી તારીખને લઇને આ સપ્તાહમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. ગૃહમંત્રીના નેતૃત્વમાં આંતરપ્રધાન પેનલ દ્વારા આ નિર્ણય લેવામાં આવનાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ટ્રાન્ઝિકશન એડવાઈઝર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પુછપરછ ચાલી રહી છે. સરકારે પહેલાથી જ બીડરો માટે મહેતલને લંબાવી દીધી છે.
એરઈન્ડિયાના સૂચિત વ્યૂહાત્મક વેચાણના સંદર્ભમાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે સૂચિત વ્યૂહાત્મક વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવવા માટેની મહેતલ ૧૧મી ફેબ્રુઆરીથી વધારીને પહેલાથી છઠ્ઠી માર્ચ કરી દીધી છે. એર ઇÂન્ડયા અંગેની પેનલ આ સપ્તાહમાં જ મોડેથી મળનાર છે જે રસ ધરાવનાર બીડરો દ્વારા એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કરવા માટેની નવી તારીખ અંગે નિર્ણય લેશે. રસ ધરાવનાર બીડરો વર્ચ્યુઅલ ડેટા રુમમાં ચકાસણી કરી શકે છે.