Western Times News

Gujarati News

સરકારને એસ.ટી. વિભાગને કુલ રૂ. ૧ કરોડ ૩ લાખ ચૂકવવાના બાકી

File

ગાંધીનગર: હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે એસ.ટીની આવક અને ખોટનો હિસાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે એસ.ટી.નિગમને રૂ.૧ કરોડ ૩ લાખ ચૂકવવાના બાકી છે અને ખાનગી એજન્સીઓને ભાડે લીધેલી બસો માટે વર્ષ ૨૦૧૯માં રૂ.૬૦ કરોડ ચૂકવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨,૩૧૭ કરોડની આવક સામે રૂ.૮૬૬ કરોડની ખોટ થઈ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂ. ૨,૫૪૦ કરોડની આવક સામે રૂ.૧૦૧૭ કરોડની ખોટ નોંધાવી છે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૨,૨૪૯ કરોડની આવક સામે રૂ. ૭૪૮ કરોડની ખોટ થઈ છે.

છેલ્લા ૨ વર્ષમાં રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસ.ટી. બસો ભાડે લેવા અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં રૂ. ૬૫.૨૧ લાખના ભાડા સામે રૂ. ૪૬.૨૧ લાખ સરકારે ચૂકવ્યા છે. આમ વર્ષ ૨૦૧૮ના ભાડા પેટે રૂ. ૧૯ લાખની ચુકવણી બાકી છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં રૂ. ૧.૯૫ કરોડના ભાડા સામે રૂ. ૧.૧૧ કરોડ સરકારે ચૂકવ્યા છે. આમ વર્ષ ૨૦૧૯ના ભાડા પેટે રૂ. ૮૪ લાખ ચૂકવવાના હજુ બાકી છે. આમ સરકારે એસ.ટી. વિભાગને કુલ રૂ. ૧ કરોડ ૩ લાખ ચૂકવવાના બાકી છે.

જ્યારે ખાનગી એજન્સીઓ પાસેથી ભાડે બસ લેવા અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે, છેલ્લા ૨ વર્ષમાં ય્જીઇ્‌ઝ્રએ ખાનગી એજન્સીઓ પાસેથી વોલ્વો અને એસી બસો ભાડે લીધી છે.વર્ષ ૨૦૧૮માં આ બસો માટે એજન્સીઓને રૂ.૧૯ કરોડનું ભાડું ચૂકવ્યું છે. વર્ષ ૨૦૧૯માં આ બસો માટે એજન્સીઓને રૂ.૬૦ કરોડનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. વોલ્વો એસી બસો માટે સરકારે એજન્સીઓને પ્રતિ કિમી રૂ. ૧૬થી રૂ. ૨૩ ભાડું ચૂકવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.